ખેડબ્રહ્મા : નગરપાલિકાના સફાઈ કામદાર ઉપર હુમલો

ખેડબ્રહ્મા : નગરપાલિકાના સફાઈ કામદાર ઉપર હુમલો
Spread the love

ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો સમગ્ર શહેરમાં સફાઈનું કામ કરતા હોય છે. જેનો ઘન કચરો નાની ટેમ્પો ગાડી દ્વારા ખેડબ્રહ્મા શહેરના ૫૮ના પંચશીલ વિસ્તારમાં આવેલા ઘન કચરાના વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં ગાડીઓ દ્વારા ઠાલવવામાં આવતો હોય છે. તેમ તારીખ 17 11 20 ના રોજ જીવાભાઇ પુંજાભાઈ મકવાણા નાની ટેમ્પો ગાડી લઈ 12:30 કલાકે ટેમ્પો ગાડી લઈ પ્લાન્ટમાં કચરો ખાલી કરવા ગયા હતા.

પ્લાન્ટમાંથી કચરો ખાલી કરી પરત ફરતા હતા ત્યાર પંચશીલ વિસ્તારમાં જ રહેતા કિશનભાઇ વિક્રમભાઈ સોલંકી નામના વ્યક્તિએ મોટો પથ્થર રસ્તા વચ્ચે મુકી આડસ ઊભી કરી હતી જેને હટાવવા માટે જીવા ભાઇ પુંજાભાઇ ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે કિશનભાઇ વિક્રમભાઈ સોલંકીએ એકાએક પથ્થરમારો કરતાં જીવા ભાઇ પુંજાભાઇ ને હાથે પગે અને શરીરના ભાગે પથ્થરોની નાની-મોટી ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેમને તાબડતોબ જનરલ હોસ્પિટલ ખેડબ્રહ્મા ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી.

વિક્રમભાઈ સોલંકી પથ્થરમારો કરી ત્યાંથી ભાગી છૂટેલા
આ બનાવની જાણ ખેડબ્રહ્મા નગરપાલિકા માં કામ કરતાં સફાઈ કામદારો ભેગા થઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને બનાવની જાણ કરી હતી અને આ બનાવ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધી આરોપીને તાત્કાલિક પકડી મંગાવવા માટે ખાતરી આપી હતી. પરંતુ સફાઈ કર્મચારીઓએ આ બાબતને ગંભીર ગણી આરોપીને તાત્કાલિક પકડવામાં નહીં આવે તો નાયબ કલેક્ટરશ્રી શાહ સાહેબ ને અને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી ને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું હતું.

સફાઈ કર્મચારીઓ જીવના જોખમે કોરોના મહામારીમાં કામ કરતા હોય છે ત્યારે તેને મદદ કરવાને બદલે આવો હુમલો કરવામાં આવે જે અઘટિત ઘટના ને અમે સૌ સફાઈ કામદારો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ન્યાય નહીં મળે તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.

ધીરુભાઈ ખેડબ્રહ્મા

IMG-20201118-WA0007-2.jpg IMG-20201118-WA0005-1.jpg IMG-20201118-WA0006-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!