ખેડબ્રહ્મા નગરપાલિકાના સફાઈ કામદારો હડતાળ પર

ખેડબ્રહ્મા નગરપાલિકાના સફાઈ કામદાર પૈકી જીવાભાઈ પુંજાભાઈ મકવાણા કચરાની નાની ટેમ્પો ગાડી દ્વારા તારીખ 17 11 2020 ના રોજ 12:00 કલાકે 58 એરિયાના પંચશીલ વિસ્તારમાં આવેલા ઘન કચરાના પ્લાન્ટમાં કચરો ભરેલી ગાડી ખાલી કરવા ગયા હતા ગાડી ખાલી કરી પરત ફરતા હતા ત્યારે તેજ વિસ્તારનો વિક્રમભાઈ સોલંકી નામના શખ્સે એ રસ્તાની વચ્ચોવચ મોટો પથ્થર ની આડશ ઉભી કરી હતી જે પથ્થરની આડશ હટાવવા માટે જીવા ભાઇ પુંજાભાઇ ટેમ્પો માંથી નીચે ઉતર્યા હતા ત્યારે વિક્રમભાઈ સોલંકી નામના શખ્સે એકાએક પથ્થરમારો શરૂ કરેલ અને ત્યાં થી ભાગી છૂટેલા. પથ્થર મારા થી શરીરના ભાગે નાની-મોટી ઈજાઓ થતા જનરલ હોસ્પિટલl ખેડબ્રહ્મા ખાતે દાખલ કરવામાં આવેલા.
આ બનાવની જાણ સફાઇ કામદારોને થતા બધા જ સફાઈ કામદારો ભેગા મળી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ગયેલ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા વિક્રમભાઈ સોલંકી નામના આરોપીને પકડી મંગાવી યોગ્ય નશ્વત કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. પરંતુ નગરપાલિકાના કર્મચારીઓ નો ચાલુ ફરજ દરમિયાન કર્મચારી પર હુમલો થતાં નગરપાલિકા દ્વારા એફ.આઇ.આર દજૅ કરાવવાની માગણી કરી હતી. સાથે આરોપી વિરુદ્ધ નગરપાલિકા દ્વારા એફ.આઈ.આર નોંધવામાં નહિ આવે તો તારીખ 22 11 2020 પછી હડતાળ પર ઉતરી શું તેવું આવેદન પત્ર આપવામાં આવેલ પરંતુ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા આરોપી વિરુદ્ધ એફઆઇઆર દજૅ ન થતા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો એ આજે સફાઈ થી અળગા રહી હડતાલ ઉપર ઉતર્યા હતા. હવે જોવું રહ્યું કે નગરપાલિકા બાબતે શું એક્શન લે છે તેવી ખેડબ્રહ્મા નગરજનોમાં ચર્ચા નો વિષય બનેલ છે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા.