મહેસાણામાં કોરોના કેસ વધતા પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં

- છ દિવસમાં 25 લાખ જેટલો માસ્ક દંડ વસુલવામાં આવ્યો છે
- 200 થી વધુ જાહેરનામા ભંગના કેસો કરાય છે
- 400 થી વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે
- કોરોના મહામારી સમય થી અત્યાર સુધીમાં પોલીસે કામગીરી
- 15800 થી વધુ જાહેરનામા ભંગના કેસો કરી 24000 જેટલા લોકો સામે કાર્યવાહી કરાઈ
- માસ્ક મામલે 2 કરોડ 93 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો
- 10 હાજર થી વધુ વાહનો ડિટેન કરી 1 કરોડ 60 લાખ જેટલો દંડ વસુલ કરાયો
- જિલ્લામાં કોરોના જનજાગૃતિ રથ ફેરવવામાં આવ્યો છે
- 50 જેટલા પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે
- ગાઈડલાઈનનું પાલન ન કરતા લોકો સામે જ પોલીસની કાર્યવાહી છે પ્રજાની પરેશાની નહિ.!
- ગરીબ લોકો દંડાય નહિ માટે 1 લાખ ઉપરાંતના માસ્ક વિતરણ કરાયા છે
મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીની મૌષમનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યાં કોરોના વાઇરસ પણ આ જ સીઝનમાં ફૂલી ફાલી રહ્યો છે ત્યાં બીજી તરફ લોકોમાં જોવા મળતી બેદરકારી દિનપ્રતિદિન કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો કરી રહી છે ત્યારે મહેસાણા પોલીસ દ્વારા બેદરકાર લોકોને સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા વધુ એકવાર ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા જાહેર બજારો અને માર્ગો પર જુદી જુદી ટિમો બનાવી શહેર અને તાલુકા કક્ષાએ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જેમાં કોરોના મહામારી સમયે બેદરકારી દાખવતા વાહન ચાલકો અને બેજવાબદાર શકશો સામે સરકારની ગાઈડ લાઈન મુજબ દંડનીય અને જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા 6 દિવસની ડ્રાઇવમાં માસ્ક મામલે 25 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે જે આંક ક્યાંકને ક્યાંક બેદરકાર લોકો માસ્ક ન પહેરતા હોવાનું સ્પષ્ટ કરી રહ્યો છે તો બીજી તરફ 400 જેટલા વાહનો ડિટેન કરવાની કાર્યવાહી કરી 200 જેટલા લોકો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા પોલીસ દ્વારા કરાયેલ પ્રયત્નની માહિતી આપતા પોલીસ દ્વારા કોરોના જાગૃતિ રથ કાઢવામાં આવેલ છે જે વધુ એકવાર જિલ્લામાં પરિક્રમા કરશે તો 1 લાખ જેટલા માસ્ક જાહેર જનતામાં નિઃશુલ્ક વિતરણ કરાય છે સાથે જ જે લોકો નિયમો નેવે મૂકી સંક્રમણ વધારવા પાછળ જવાબદાર જણાઈ આવ્યા છે તેઓ સામે પણ કાર્યવાહી કરવા સહિતના પ્રયત્નો કરાયા હોવાની માહિતી આપવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમય થી લઈ અત્યાર સુધી મહેસાણા જિલ્લા પોલીસે 15800 થી વધુ જાહેરનામા ભંગના કેસો કરી 24000 જેટલા લોકો સામે કાર્યવાહી કરેલ છે જ્યારે માસ્ક મામલે 2 કરોડ 93 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો તો બીજી તરફ 10 હાજર થી વધુ વાહનો ડિટેન કરી 1 કરોડ 60 લાખ જેટલો દંડ વસુલ કરાયો છે આમ જિલ્લામાં કોરોના મહામારી સમયમાં શરૂઆત થી અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 50 લાખ ઉપરાંતનો દંડ વસુલ કરવામાં આવ્યો છે માહિતી સામે આવી છે
એક તરફ કોરોના મહામારી સમયે નિયમોનું પાલન કારવાવની જવાબદારી જ્યાં પોલીસના માથે મુકાઈ છે ત્યારે પોલીસની કામગીરી સામે ક્યાંક કેટલાક નાગરિકો નારાજગી જતાવી રહ્યા છે જોકે મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસની કાર્યવાહી માત્ર નિયમો ભંગ કરનાર સામે હોવાની વાત કરતા ગરીબ લોકો દંડાય નહિ માટે પોલિસ દ્વારા 1 લાખ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરાયું હોવાની જાણકારી આપવામાં આવી છે.
આ મહામારી સમયે ખડે પગે ફરજ બજાવનાર મહેસાણા જિલ્લા પોલીસના 50 થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી આપવામાં આવી છે તેમજ મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.