સરહદી વિસ્તારોમાં કેનાલો તુટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો

ભાભર : સરહદી વિસ્તાર એવા ભાભર અને સુઇગામ પંથકમાં કેનાલો તુટવા ના ઉપરા ઉપરી સમાચાર મળી રહ્યાં છે જેમાં આજે વહેલી સવારે ભાભર તાલુકાના મેશપુરાની સીમમાં થઈ પસાર થતી બેણપ ડિસ્ટ્રીક્ટ નર્મદા કેનાલ માં આઠ ફુટ જેટલુ ગાબડું પડતાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. જેમાં ખાસ કરીને દેસાઈ શંકરભાઈ હેમજીભાઇ ના ખેતરમાં વાવેલ પાંચ થી છ વિઘા જેટલા રાયડા માં પાણી ફરી વળતાં રાયડાનો પાક નિષ્ફળ જવાની શક્યતા જોવા મળી રહી હતી.
આમ અવારનવાર કેનાલો તુટવાના લીધે સાચા ખેડૂતો ને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જેમાં નર્મદાના અમુક નાના ફંટાઈ ઓ માં અમુક ખેડૂતો દ્વારા આડી પાળી કરીને અવરિત પણે કેનાલોમાં મુકેલા ટોટા બીન જરૂરી ચાલુ રાખવા માં આવે છે જો નર્મદાના અધિકારીઓએ દ્વારા જો ટોટા અથવા કેનાલોમાં વચ્ચે કરેલી આડી પાળીઓ તોડાવવામાં નહીં આવે તો હજુ પણ કેનાલો તુટવાના બનાવો યથાવત રહેવા પામસે.
અહેવાલ : મનુભાઈ સોલંકી (બનાસકાંઠા)