લાઠીના શેખપીપરિયા-ગળકોટડીના માર્ગ એક કરોડના ખર્ચે નવો બનશે

લાઠીના શેખપીપરિયા-ગળકોટડીના માર્ગ એક કરોડના ખર્ચે નવો બનશે
Spread the love
  • લાઠી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાતમહુર્ત કરાવી કામનો શુભારંભ કરાવ્યો
  • ગામલોકોની વર્ષોજુની માંગ સંતોષતા આનંદની લાગણી પ્રસરી

લાઠી તાલુકાના શેખપીપળીયા ગામથી બાબરા તાલુકાના ગળકોટડી ગામ સુધીનો છ કિલોમીટરનો માર્ગ વર્ષોથી બિસમાર હોવાના કારણે લોકોને ભારે હાડમારી ભોગવવાનો વારો આવતો હતો અનેકવાર રજુઆત કરવા છતાં રોડનું કામ શરૂ કરવામાં આવતું નોહતું અંતે આ વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સતત રાજ્ય સરકારમાં રજુઆત કરતા અંતે આ માર્ગ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવતા તેનું આજે ખાતમહુર્ત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કરી કામનો શુભારંભ કરાવ્યો હતો. લાઠી તાલુકાના શેખપીપળીયાથી ગળકોટડી સુધી આ માર્ગ રૂપિયા (૧.૧૦) (એક કરોડ દશ લાખ)ના ખર્ચે છ કિલોમીટર લંબાઈ સાથે પોણા ચાર મીટરની પહોળાઇ સાથે નવો માર્ગ બનાવવામાં આવશે.

તેમા વાઈડિંગ પણ કરવામાં આવશે ગામલોકોની વર્ષોજુની માંગ સંતોષાતા આનંદની લાગણી પ્રસરી ગઈ હતી તેમજ કુમારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં શેખ પીપરીયા થી લાઠી તરફ જતો આઠ કિલોમીટર ચાવંડ તરફ જતો રસ્તો ખીજડીયા જંકશન જોડતા રસ્તાને કામો શરૂ કરવામાં આવશે. આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા, જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ જીતુભાઇ વાળા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઈ ભાદાણી,વેપારી અગ્રણી અશોકભાઇ ભાદાણી ગામના ઉપસરપંચ મુનાભાઈ સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG-20201130-WA0028.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!