ડભોઇ તાઈ સમાજના ધાર્મિક આગેવાન ઈકબાલભાઈ ગાલિબનું નિધન

ડભોઇના તાઈવગા લીમડી મસ્જિદ વિસ્તાર માં રહેતા તાઈ સમાજ ના આગેવાન તેમજ સામજીક કાર્યકર ઇકબાલભાઈ લોખંડવાલા (ગાલિબ) નું આજરોજ માંદગી બાદ નિધન થતા તાઈ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાયી જવા પામી છે.સમસ્ત મહેદવિયા તાઈ સમાજ માટે હર હંમેશ ધાર્મિક તેમજ સામાજિક કાર્યમાં અગ્રેસર તેમજ સામજીક કાર્ય માટે તત્પર રહેતા ઇકબાલ ભાઈ ગાલિબના નિધનથી સમાજ તેમજ તેઓના પરિવારને કદીના પુરાય તેવી ખોટ પડી છે.
ઇકબાલ ભાઈ (ગાલિબ) ની ઉમર 70 વર્ષ હતી છેલ્લા ઘણા દિવસથી તેઓની તબિયત ના દુરસ્ત હોવાના કારણે તેઓને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર બાદ તેઓને ઘરે પરત લાવ્યા હતા અને લાંબી માંદગીના કારણે તેઓનું અવશાન થયું હતું. ધાર્મિક કાર્યોને પ્રાધન્ય આપતા ઇકબાલભાઈનું નિધન મહેદવિયા તાઈ સમાજ માટે ખુબ મોટી ખોટ સમાન છે. સમાજના અગ્રણીઓ તેમજ યુવા ઓ દ્વારા તેઓના પરિવારને સાંત્વના આપી અને તેઓને જન્નતમાં આલા મકામ મળે તેમજ તેમની મગફિરત માટે દુઆ કરી હતી.