મોરબીમાં કોરોના સંક્રમણ વધતા પ્રાંત અધિકારી મેદાને : માસ્ક વિનાના લોકો પર તવાઈ શરૂ

મોરબીમાં કોરોના સંક્રમણ વધતા પ્રાંત અધિકારી મેદાને : માસ્ક વિનાના લોકો પર તવાઈ શરૂ
Spread the love
  • બજાર, જાહેર વિસ્તારો , સ્કૂલ , સરકારી કચેરીઓમાં જુદી જુદી પાંચ ટિમો બનાવી દંડનીય કાર્યવાહી હાથ ધરી : પ્રથમ દિવસે માસ્ક ન પહેરનાર 18 લોકો દંડાયા

મોરબી : સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં પણ દિવાળી પછી કોરોનાની બીજી ઇનિંગ શરૂ થઈ હોય તેમ કોરોનાનો આંતક વધ્યો છે.આથી કોરોનાનું વધુ સંક્રમણ ટાળવા અને જાહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાના નિયમન કડક પાલન માટે આજે ખુદ પ્રાંત અધિકારી મેદાન આવ્યા છે.તેમણે જુદીજુદી પાંચ ટિમો બનાવી બજાર, જાહેર વિસ્તારો, સ્કૂલ , સરકારી કચેરીઓમાં માસ્ક ન પહેરવા મામલે ચેકિંગ કરી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે.આજે પ્રથમ દિવસે માસ્ક ન પહેરનાર 18 લોકો દંડાયા હતા. મોરબીમા દિવાળી પછી કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે જો કે જાહેર તમામ જગ્યાએ ફરજિયાત માસ્ક પહેવાની અને માસ્ક ન પહેરે તો રૂ.1 હજારનો દંડ કરવાની જોગવાઈ અમલમાં છે છતાં પણ ઘણી જાહેર જગ્યાએ માસ્ક વિના અમુક લોકો બેફિકરાઇથી હરતા ફરતા હોય છે.

આથી ફરજિયાત માસ્કનો કડક અમલ કરવા માટે આજે પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા દ્વારા મોરબી શહેરનાં અલગ -અલગ વિસ્તારો જેવા કે રવાપર રોડ , શનાળા રોડ ,ગ્રીનચોક , વીસી ફાટક , તથા ગેંડા સર્કલ જેવા વિસ્તારોમાં તેમજ સરકારી કચેરીઓ અને સ્કૂલ સહિતના સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં જાહેર સ્થળો તથા સરકારી કચેરીમાં માસ્ક વિના ફરતા 18 લોકો ઝડપે ચડ્યા હતા.આ તમામને નિયમ મુજબ દંડ કરવામાં આવ્યો હતો.પ્રાંત અધિકારીએ આજે ફરજિયાત માસ્કના અમલ માટે મેદાને આવી જુદીજુદી પાંચ ટિમો બનાવીને માસ્ક વિના ફરતા લોકો ઉપર તવાઈ ઉતારવાનું શરૂ કર્યું છે.આ કાર્યવાહી 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે તેમ પ્રાંત અધિકારી ઝાલાએ જણાવ્યું હતું.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

19-56-01-IMG-20201203-WA0072-768x346-2.jpg 19-55-54-IMG-20201203-WA0069-768x577-1.jpg 19-55-48-IMG-20201203-WA0067-768x577-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!