70 વર્ષીય ગાડુ ચલાવીને ગુજરાન ચલાવતાં વૃદ્ધ મા ની ઘડપણની લાઠી બનતા પીએસઆઈ શ્રી ગોહિલ

કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાઠી બજાર માં હાલના સમયમાં લાકડાનું ખેંચવાનું ગાડુ ચલાવી રોજના 50 થી 100 રૂપિયા કમાતા 70 વર્ષથી વધુ ઉંમરના માજી ને રોડ ઉપર ગાડુ ચલાવતાં જોઈ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી કે ગોહિલ Pratik Gohil તાત્કાલિક સ્થળે દોડી આવી 70 વર્ષથી મોટી ઉંમરના સીતાબાને આજ પછી ગાડુ ના ચલાવે તથા તેમને બીજું તેમની ઉંમર પ્રમાણે રોજગારી મળે તે માટે તાત્કાલિક પ્રયાસો કરી વ્યવસ્થા કરી આપી તથા મજુરી વાળું ગાડું ચલાવવાનું કામ છોડાવી તેમને બે કલાકમાં જે એક સગા પુત્ર તરીકે સહાય કરી છે તે ખુબ જ સરાહનીય છે તથા કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ શ્રી પી કે ગોહિલ જી એ સ્થાનિક જનતાના હૃદયમાં અવિરત કામગીરી કરી સ્થાન મેળવેલું છે.