બજેટ અંગે નાણા પ્રધાન આજથી ચર્ચા કરશે

બજેટ અંગે નાણા પ્રધાન આજથી ચર્ચા કરશે
Spread the love

નવી દિલ્હી : નાણાં પ્રધાન નિર્મલા સિતારામન વર્ષ ૨૦૨૧-૨૨ના સામાન્ય બજેટ અંગે આજે એટલે કે સોમવાર ૧૪ ડિસેમ્બરથી વિવિધ ક્ષેત્રના દિગ્ગજો સાથે ચર્ચાવિચારણા શરૂ કરશે. નાણાં ખાતાના જણાવ્યાનુસાર નિર્મલા સિતારામન આજે સૌપ્રથમ દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બજેટ પૂર્વેની ચર્ચાવિચારણા કરશે. સૂત્રોના જણાવ્યાનુસાર કોરોના મહામારીને કારણે આ વરસે બજેટ પૂર્વની તમામ ચર્ચાવિચારણા ઑનલાઈન થશે. નાણાં પ્રધાન નિર્મલા સિતારામન પહેલી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરશે.

સામાન્ય રીતે નાણાં ખાતું બજેટ પૂર્વે વિવિધ ક્ષેત્રના દિગ્ગજો સાથે ચર્ચા કરે છે. ચર્ચાવિચારણામાં ભાગ લેનારા આ દિગ્ગજો બજેટ અંગે નાણાં ખાતાને સૂચનો આપે છે. માત્ર ઉદ્યોગજગતના દિગ્ગજો જ નહિ કેન્દ્ર સરકારે સામાન્ય જનતા પાસેથી પણ બજેટ અંગે સૂચનો મગાવ્યા હતા જે તેમણે ૭ ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં મોકલવાના હતા. વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી રહે તે સુનિશ્ર્ચિત કરવા સરકારે ‘માય ગવર્નમેન્ટ’ મંચ પર આ સુવિધા આપી હતી. અગાઉ નાણાં ખાતાએ વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટ માટે ઉદ્યોગજગત અને વિશેષજ્ઞો પાસેથી સૂચનો મગાવવાનો નિર્ણય લીધો હતો. વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં ખર્ચ વધારવાની જાહેરાત નાણાં ખાતું કરી શકે છે.

અર્થતંત્રમાં જલદી જ સુધારો જોવા મળશે એવી આશા નિર્મલા સિતારામને વ્યક્ત કરી હતી. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાને ટેકો આપવા ખોટ છતાં સરકારી ખર્ચમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે. સાથેસાથે તેમણે એમ પણ કહ્યું હતું કે જાહેરક્ષેત્રની કંપનીઓને મૂડીખર્ચ વધારવાનું જણાવવામાં આવશે. જો સરકાર વધુ ખર્ચ કરશે તો જીડીપીમાં મજબૂત વધારો થવાની ભૂમિકા તૈયાર થઈ જશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આર્થિક વિકાસદર વધારવા સરકારે આવનારા સમયમાં ખર્ચમાં વધારો કરવો જ પડશે. તેમણે કહ્યું હતું કે જો ખર્ચ વધારવામાં નહીં આવે તો કોરોનાના સંકટ સમયમાં લેવામાં આવેલી તકેદારીઓનો કોઈ જ મતલબ નહિ રહે.

it-1-2-960x640.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!