વડાપ્રધાન મોદી મંગળવારે કચ્છ આવશે

વડાપ્રધાન મોદી મંગળવારે કચ્છ આવશે
Spread the love

ભુજ : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે મોટા પ્રકલ્પોના ખાતમુહૂર્ત આખરે આગામી ૧૫મી ડિસેમ્બરના મંગળવારે સરહદી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઇને પ્રારંભિક કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં હજુ થોડા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઇ રહી છે. મોદી મંગળવારે સવારે ૧૧.૨૦ કલાકે દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પરથી હવાઇ માર્ગે નીકળ્યા બાદ બપોરે ૧.૨૦ કલાકે ભુજ એરપોર્ટ પર પહોંચી આવશે અને ત્યાંથી હેલિકોપ્ટરથી ૨ વાગ્યે ભાતીગળ પ્રદેશ સમા ધોરડો ખાતેના વીવીઆઇપી ટેન્ટમાં રહેશે.

ત્યારબાદ ૨.૩૦ કલાકે ડિસેલીનેશન પ્લાન્ટ માંડવી, રિન્યૂએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન કરશે. વડા પ્રધાન ડિસેલીનેશન પ્લાન્ટના ખાતમુહૂર્ત માટે માંડવી તાલુકાના ગુંદિયાળી નહીં જાય પરંતુ બંને પ્રોજેક્ટનું ધોરડો ખાતેથી ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન કરશે. ૩.૪૫ કલાકે વીવીઆઇપી ટેન્ટમાં પરત ફરશે. ત્યારબાદ વડા પ્રધાન ૩.૫૫થી ૪.૪૦ વાગ્યા દરમ્યાન ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં લાંબા સમયથી બની રહેલા ધરતીકંપમાં માર્યા ગયેલાઓની યાદ માટે બની રહેલા સ્મૃતિ વન મેમોરિયલ પ્રોજેક્ટની પ્રગતિનો અહેવાલ સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે.

સાંજે ૫.૩૦થી ૬.૩૦ વાગ્યા દરમ્યાન સફેદ રણમાં યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૬.૫૫ કલાકે ધોરડોથી હેલિકોપ્ટરમાં પરત સાંજે ૭.૨૫ કલાકે ભુજ એરપોર્ટ પર આવશે. રાત્રે ૭.૩૦ કલાકે ભુજ એરપોર્ટથી નીકળ્યા બાદ ૯.૨૫ કલાકે દિલ્હી પહોંચી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી વડા પ્રધાન મોદી બે દિવસ માટે કચ્છ આવી રહ્યા છે તેવી અટકળો વચ્ચે શનિવારે બહાર આવેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ તા.૧૫-૧૨ના ભુજ એરપોર્ટ પર આવ્યા બાદ રાત્રે ભુજથી પરત દિલ્હી જવા સહિત ૭ કલાક માટે કચ્છ આવશે. કાર્યક્રમને લઇને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે

EloVQ4ZXgAENprT.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!