દેશમાં કોરોનાના 94.93 ટકા દર્દી સાજા થયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૯૮,૫૭,૦૨૯ થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૩૦,૨૫૪ નવા કેસ આવ્યા છે. કોરોનાથી વધુ ૩૯૧ જણનાં મૃત્યુ થવાં સાથે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા ૧,૪૩,૦૧૯ થઇ છે. કોરોનાથી સાજા થવાનો દર ૯૪.૯૩ ટકા થયો છે, એમ કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું હતું. સતત સાતમા દિવસે કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ચાર લાખથી ઓછી રહી છે. હાલમાં દેશમાં કોરોનાના ૩,૫૬,૫૪૬ સક્રિય કેસ છે.
૭ ઑગસ્ટના રોજ દેશમાં કોરોના કેસનો આંકડો ૨૦ લાખને પાર થઇ ગયો હતો. ૨૩ ઑગસ્ટના રોજ કોરોના કેસનો આંકડો ૩૦ લાખને પાર થઇ ગયો હતો. પાંચ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૪૦ લાખને પાર થઇ ગયો હતો. ૧૬ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૫૦ લાખને પાર થઇ ગયો હતો. ૨૮ સપ્ટેમ્બરના રોજ કોરોના કેસનો આંકડો ૬૦ લાખને પાર થઇ ગયો હતો. ૧૧ ઑક્ટોબરના રોજ કોરોના કેસનો આંકડો ૭૦ લાખને પાર થઇ ગયો હતો