ટંકારા નજીક ઝડપાયેલા કેમિકલયુક્ત ટેન્કર મામલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસનો ધમધમાટ

ટંકારા : ટંકારા નજીકથી ઝડપાયેલા કેમિકલયુક્ત ટેન્કર બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફેક્ટરીની મંજૂરી સહિતની તપાસ હાથ ધરવા બોર્ડ અધિકારી કે. બી. વાઘેલા સહિતની ટીમએ ટંકારામા ધામા નાખ્યા છે. ટંકારા પોલીસ સ્ટાફ ગત તારીખ 14 ડિસે.ની રાત્રે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે રાજકોટ-મોરબી રોડ પર ધુવનગરથી થોડે દૂર જીવા મામાની જગ્યા ઉપર કેમિકલયુક્ત લિક્વિડ ભરેલ ટેન્કર પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે ગાડી રોકી હતી.
ત્યારે ટેન્કરચાલક વાહન મુકી ભાગી જતા પોલીસને શંકા ઉપજી હતી. અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે આજે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારી કે. બી. વાઘેલા સાથે ટીમ ટંકારા ખાતે દોડી આવ્યા છે. ટેન્કરમાં ભરેલ કેમિકલ ક્યુ છે, ફેક્ટરીને મંજૂરી છે કે નહિ ઉપરાંત આ કેમીકલયુક્ત ટેન્કર ક્યા જતુ હતુ કે પાણીમા નિકાલ કરવા સહિતના પશ્ર્ને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી