ખેડબ્રહ્મા : ગાંધીનગર ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની મિટિંગ યોજાઇ

ખેડબ્રહ્મા : આજ રોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ સ્થાને ભારતમાતા મંદિર ગાંધીનગર મુકામે ગ્રાન્ટેડ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના ઉપક્રમે સમગ્ર ગુજરાતના પ્રાથમિક ગ્રાન્ટેડ શિક્ષકોના પ્રતિનિધિની રાજ્ય કારોબારી મળી હતી. બેઠકમાં પ્રાથમિક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના મહામંત્રી રતુભાઈ ગોર, ઉપાધ્યક્ષ સરદારસિંહ મછાર,સહ સંગઠન મંત્રી પરેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ગ્રાન્ટેડ પ્રાથમિક મહાસંઘ ના અધ્યક્ષ ઉજવલભાઇ પટેલ, મહામંત્રી અમીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને આ પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ કક્ષાએ રજૂઆત અને લડતના કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
આજ અનુસંધાનમાં નિયામકશ્રી તથા શિક્ષણ વિભાગમાં *ગ્રાન્ટેડ શિક્ષકોને 4200 ના ગ્રેડ પે* માટે તથા આવી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ એક જ વહીવટી હેઠળ જિલ્લા શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળામાં મર્જ કરાય અથવા જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓને મળતા લાભ ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળે અથવા તો ગ્રાન્ટેડ માધ્યમિક તરેહ આવી શાળાઓના નીતિનિયમો માં ફેરફાર કરાય તે અંગેની માગણીના વિસ્તૃત મુદ્દા અને પ્રસ્થાપિત કરતા પુરાવા રજુ કરાયા હતાં. શિક્ષણ અને નિયામક વિભાગ તરફથી હકારાત્મક વલણ સાથે આ ફાઈલ સ્વીકારાઈ છે જે સમગ્ર ગુજરાત ના ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે આનંદના સમાચાર છે.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)