શામળાજી પોલીસે 407 ટેમ્પાના ગુપ્ત ખાનામા સંતાડેલો 1.80 લાખનો દારૂ પકડ્યો

- અણસોલ પોલીસ ચેક પોસ્ટ નેશનલ હાઇવે ઉપરથી વાહન ચેકીંગ દરમ્યાન એક ટાટા ટેમ્પો નંબર જી.જે. ૦૧ એ.યુ.૩૬૮૭ ની કેબીનના ભાગે ગુપ્ત ખાનું બનાવી ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂની પેટીઓ ભરી લઇ આવી પ્રોહી મૃદામાલ કિ.રૂા.૧,૮૦,૦૦૦ ની સાથે કૂલ મૃદામાલ કિ.રૂ.૪,૮૦,૫૦૦ નો મોટી રકમનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં શામળાજી પોલીસને મળેલ સફળતા.
ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર તથા અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત તથા મોડાસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભરત બી.બસીયા ના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સુચના આપેલ
જે સુચના અન્વયે આજરોજ અણસોલ ગામની સીમમાં અણસોલ ચેક પોસ્ટ નેશનલ હાઇવે રોડ ઉપર અ.પો.કો. દિનેશભાઇ તથા આ.હે.કો. જગદિશકુમાર તથા અ.લો.ર. વિશ્વદિપસિંહ તથા આ.પો.કો નરેન્દ્રસિંહ તથા લાલસિંહ તથા અ.લો.ર રણધિરસિંહ તથા અ.લો.ર. મહેશભાઇ શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગ દરમ્યાન ટાટા ટેમ્પોનો નંબર જોતાં GJ-01-AU-3687 ના કેબીનના ભાગે ગુપ્ત ખાનું બનાવેલ હતુ.
લોખંડનું પાટીયુ હટાવી જોતા અંદર ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂની પેટીઓ મળી આવતા પો.સ.ઈ. શ્રી એ.એમ.દેસાઇ ને માહિતી આપતા તેમને ઉપરોક્ત ટાટા ટેમ્પોના ચાલક કમલેશ સ./ઓ. મગનભાઇ ધિરાજી જાતે પરમાર ઉ.વ.૨૬ રહે. ગોડલા ફલા, કનબઇ તા.ખેરવાડા જી.ઉદેપુર(રાજસ્થાન) ટાટા ટેમ્પોનો નંબર GJ-01-AU-3687 ની અંદર ના કેબીનના ભાગે ગુપ્ત ખાનું બનાવી ગુપ્ત ખાનામાં ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂની પેટીઓ નંગ-૬૦ જેની કિ.રૂા.૧,૮૦,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ ૫૦૦ તથા ટાટા ટેમ્પો-૪૦૭ ગાડીની ની કિ.રૂ ૩,૦૦,૦૦૦ ની ગણી કુલ મુદામાલ કિ.રૂ ૪,૮૦,૫૦૦ નો લઇ આવી આરોપી નં. (૧) પકડાઇ જઈ તથા દારૂ ભરી આપનાર આરોપી નં (૨) તથા આરોપી નં.(૩) નહી મળી આવી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ.બાબત. નં(૧) કમલેશ સ./ઓ. મગનભાઇ ધિરાજી જાતે પરમાર ઉ.વ.૨૬ રહે.ગોડલા ફલા, કનબઇ તા.ખેરવાડા જી.ઉદેપુર(રાજસ્થાન) નો હોવાનું જણાવેલ તથા (૨) કમલેશ ભરાડા રહે.બરૂઠી તા.વિછીવાડા જી.ડુંગરપુર(રાજસ્થાન) (3) લાલકૃષ્ણ હંગાત રહે.અમજેરા તા.વિછીવાડા જી.ડુંગરપુર(રાજસ્થાન) નાનો માણસ નહી મળી આવેલ હોઇ જેથી શામળાજી પોલીસ સ્ટેશન પાર્ટ સી ૧૧૧૮૮૦૧૦૨૦૦૩૮૭/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ),૧૧૬બી,૯૮(૨),૮૧ મુજબનો ગુન્હો રજિસ્ટર કરી આ કામે પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ શામળાજી પોલીસ ને ભારતીય બનાવટનો વિદેશી ઇગ્લીશદારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી હતી અને તેની આગળની તપાસ કાર્યવાહી શામળાજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી.એ.એમ.દેસાઇ કરી રહ્યા છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા