પત્નીએ પતિ વિરુદ્ધ કરી ફરિયાદ

વર્ષ 2018માં પતિએ આ મહિલાને ઘરથી કાઢી મૂકી હતી. લૉકડાઉન દરમિયાન તેઓ સાથે રહેવા લાગ્યા હતા. મહિલાએ જોયુ કે તેનો પતિ અમૂક દવાઓ લઈ રહ્યો છે જેની તેને જાણ નથી. ગુજરાતના વેજલપુરમાં 36 વર્ષની મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે કે તેના પતિના અનૈતિક સંબંધિતથી થયેલી બિમારી (સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ-એસટીડી)ને તેના ઉપર પ્રસારિત કરી છે. પોલીસ ફરિયાદ કરનારી મહિલા હાઉસવાઈફ છે અને તેનો પતિ ઈન્ટિરિયર ડિઝાઈનર છે.
મહિલાનો આરોપ છે કે ઘણીવાર તેનો પતિ મોડી રાત સુધી ઘરે આવતો નહોતો. તેમ જ સાસરા પક્ષ માનસિક અને શારિરીક રીતે હેરાન કરતા હતા, એમ અમદાવાદ મિરરના અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. વર્ષ 2018માં પતિએ આ મહિલાને ઘરથી કાઢી મૂકી હતી. લૉકડાઉન દરમિયાન તેઓ સાથે રહેવા લાગ્યા હતા. મહિલાએ જોયુ કે તેનો પતિ અમૂક દવાઓ લઈ રહ્યો છે જેની તેને જાણ નથી. સમય જતા મહિલાને ચામડીનો રોગ થતા તેના પતિએ તેને અમૂક દવાઓ લેવાનું સૂચન કર્યુ હતું. તપાસ કરતા જણાયુ કે આ દવાઓ હર્પિસની છે, એમ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.