હિંમતનગરમાં પદ્મવિભૂષણ શ્રી અટલબિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે કાયૅકમ

હિંમતનગરમાં પદ્મવિભૂષણ શ્રી અટલબિહારી વાજપેયીની જન્મ જયંતી નિમિત્તે કાયૅકમ
Spread the love

તારીખ -25 ડિસેમ્બર ના રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે વોર્ડ નંબર -6 મોતીપુરા મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સર્કલ પાસે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અદભુત વક્તા પ્રખર કવિ પદ્મવિભૂષણ થી સન્માનિત શ્રી અટલબિહારી બાજપાઈ જન્મ જયંતી નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અટલ બિહારી બાજપેઈ ની પ્રતિમાને પુષ્પમાળાઓ અને પુષ્પો વડે અર્પિત કરી ખૂબ જ સુંદર કાર્યક્રમ જિલ્લાના મુખ્યમથક હિંમતનગર મુખ્ય દ્વાર એવા મોતીપુરા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મહાવિદ્યાલયના પૂર્વ આચાર્ય શ્રી વાસુદેવ ભાઈ રાવલ વોર્ડ નંબર -6 ના પ્રભારી દિલીપભાઈ પટેલ વોર્ડ નંબર -6 ના મંત્રી બીપીન ભાઈ દરજી સદસ્ય શ્રી સવજીભાઈ ભાટી મહિલા સદસ્ય શ્રી યતીની બેન મોદી સહ કાર્યાલય મંત્રી હિંમતનગર શહેર કુલદીપભાઈ પાઠક હેમંતભાઈ બારોટ પત્રકાર શ્રી કિરણભાઈ મલેશિયા મહિલા કાર્યકર્તા સંગીતાબેન કહાર અને ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હિંમતનગર શહેરના અગ્રગણ્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આજના આ પાવન દિવસે ભારત રત્ન શ્રી અટલબિહારી બાજપાઈ જે ની જન્મ જયંતી કાર્યક્રમને ઉત્સાહ ઉમંગ અને અટલ બિહારી બાજપેઈ અમર રહો અમર રહો દેશ કા નેતા અટલજી જેસા હો તેવા નાદ થી સમગ્ર વાતાવરણ ગુજી ઉઠયું હતું ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન પદ્મવિભૂષણ એવા અટલ બિહારી બાજપેઈ નો જન્મ તારીખ 25 ડિસેમ્બર ૧૯૨૬ના રોજ ગ્વાલિયર ખાતે ખેત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો સમગ્ર ભારતીય જનતા પક્ષના નહીં પણ સમગ્ર દેશના લોકલાડીલા નેતા ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલબિહારી બાજપાઈ ભારતીય રાજનીતિ નું પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે તેમની સાલસતા મક્કમતા શાલીનતા અને માયાળુ સ્વભાવ ના કારણે માત્ર સાથી કાર્યકર જ નહીં પરંતુ વિરોધીઓના પણ પ્રિય પાત્ર બન્યા છે રાજકીય નેતા તરીકે આવા વ્યક્તિત્વ અતિ વિરલ હોય છે ભારતીય જનતા પક્ષ પાસે આવા વિરલ પ્રભાવી અને વૈશ્વિક સ્તરના મૂલ્યનિષ્ઠ નેતા છે તેનો સ્વાભાવિક ગૌરવ છે કાર્યક્રમ covid-19 ગાઈડ લાઈન મુજબ સામાજિક અંતર રાખી મોઢા ઉપર માસ્ક બાંધીને શિસ્તનું આદર્શ ઉદાહરણ પૂરું પડે તેમ કરવામાં આવ્યો હતો.

રીપોર્ટ,મનોજ રાવલ ધનસુરા

IMG_20201225_124924.JPG

Admin

Manoj Raval

9909969099
Right Click Disabled!