ખેડબ્રહ્મા : ગુજરાત સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ ના જન્મદિવસની કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ good governance day તરીકે ઉજવવામાં આવે છે ચાલુ વર્ષે તારીખ 25 12 2020 ના રોજ રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ ની ઉજવણી ના ભાગરૂપે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા ખેડૂત તાલીમકેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે દિવસની ઉજવણી સંસદ સભ્ય શ્રી દીપ શ્રીજી રાઠોડ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે વિતરણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
1. સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો એક ગાય માટે નિભાવ ખર્ચ માં સહાય આપવાની યોજના
2. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારું લાભાર્થીઓને નીદર્શન કિટમાં 75% સહાયની યોજના.
3.કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે મિડિયમ સાઈઝના ગુડઝ કેરેજ વાહનની ખરીદી ઉપર નાણાકીય સહાય માટે કિસાન પરિવહન યોજના.
4. ફળો અને શાકભાજી નો બગાડ અટકાવવા નાના વિચારોને વિનામૂલ્યે છત્રી શેડકવર પુરા પાડવાની યોજના.
5. સરકારે ખેડૂતોને પાક સંગ્રહ બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના.
6.સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી માટે સહાય વિતરણ.
7. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ માટે નો કાર્યક્રમ.
દરેક તાલુકા મથક અને જીલ્લા મથકે સુશાસન દિવસની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી. આજના સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી ખેડબ્રહ્મા મામલતદાર શ્રી ખેડબ્રહ્મા જશુભાઈ પટેલ ચેરમેન શ્રી જિલ્લા સહકારી સંઘ હિંમતનગર શ્રી જે. જે. પટેલ કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઇ વિભાગ, કિસાન સંઘના પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા હોદ્દેદારો તથા ખેડબ્રહ્મા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ માં ફરજિયાત માસ્ક તથા સોશિયલ distance સાથે યોજવામાં આવ્યો હતો. સુશાસન દિવસ કાર્યક્રમનું આયોજન , શ્રી જે.કે.પટેલ મદદનીશ ખેતી નિયામક શ્રી ખેડૂત તાલીમ કેન્દ્ર ખેડબ્રહ્મા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે કાર્યક્રમનું એનકરીંગ ન્યુઝ રિપોર્ટર શ્રી ધીરુભાઈ પરમાર ખેડબ્રહ્માએ કર્યું હતું.
ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)