થરાદ : ગીતા જયંતી તેમજ પૂર્વ પ્રધાનમંત્રીના જન્મદિન અંતર્ગત સ્વામી વિવેકાનંદ રાજય યુવક બોર્ડ દ્વારા રક્તદાન કરાયું

૨૫ મી ડિસેમ્બરને શુક્રવારના રોજ સુશાસન દિવસ અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠાના થરાદ તાલુકા દ્વારા ગીતા જ્યંતી તેમજ ભારત રત્ન એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈજીના જન્મ દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આદર્શ લેબોટરીની સમગ્ર ટીમ દ્વારા સરસ આયોજન કર્યું હતું અને દરેક રક્તદાન કરનારા રક્તદાતાને એક ઘડિયાળ પ્રોત્સાનરૂપી આદર્શ લેબોટરીના ડૉક્ટર કરશનભાઈએ ભેટ આપી હતી.
આ કાર્યક્રમમાં હેમજીભાઈ પટેલ, વસંતભાઈ પરમાર, બાબુભાઈ પુરોહિત, કલાવતીબેન રાઠોડ, રામભાઈ લુહારનો સારો સહયોગ રહ્યો હોઈ તેમજ પોતાનો અમૂલ્ય સમય આપી રક્તદાન કરવા બદલ દરેક રક્તદાતાઓનો સ્વામી વિવેકાનંદ રાજય યુવા બોર્ડ થરાદ મંડળે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ જોન સંયોજક બિપીનભાઈ ઓઝા અને જીલ્લા સંયોજક ગૌરાંગભાઈ પાધ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ડૉકટર રીતેશભાઈ પ્રજાપતિ, જિલ્લા સંયોજક વિનોદભાઈ પટેલ, તાલુકા સંયોજક રાણાભાઈ રાજપુરોહિત સહિતના ઉપસ્થિત રહી ઉમદા વિચારના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ