આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય

આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય
Spread the love

અમદાવાદમાં આખા વિશ્વમાં કોરોના વાઈરસનો આતંક ફેલાયો છે. કોરોના વાઈરસથી બચવા માટે સરકારે લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેથી લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવે અને આ ઝેરી વાઈરસનો ચેપ નહીં લાગે. કોરોના વાઈરસના લીધે બધા તહેવારો ઉજવવા પર પણ રોક લાગી ગઈ છે. સાથે લોકોને ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં પહેલા જેવો રંગ જોવા નહોતો મળ્યો. સાથે જ હવે પતંગબાજો માટે એક ખરાબ સમાચાર છે.રિવરફ્રન્ટ પર આ વર્ષે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન નહીં કરવામાં આવે. કોરોના કાળમાં નવરાત્રિનું આયોજન રદ કરાયા બાદ રાજ્ય સરકારે આ વર્ષે આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાઈરસના સંક્રમણથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કડક પગલા લેવા કહ્યું છે.

હાલ કોરોના વાઈરસથી બચવા સરકારે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલા દિવાળી સમયે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘણો વધારો જોવા મળ્યો હતો. લોકોની બેદરકારી, ભીડ અને રાજ્ય સરકારની કાયદાના પગલામાં ઢીલ આપતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું છે કે રાજ્ય સરકાર નવુંવર્ષ અને મકરસંક્રાંતિના તહેવારોમાં સજાગ તેમજ સાવધાન રહે. લોકોની નારાજગીની ચિંતા રાજ્ય સરકાર ના કરે અને રાજ્યમાં કાયદાનું યોગ્ય પાલન કરી જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે..

દિવાળીની જેમ કોરોનાના કેસો પર કાબૂ મેળવવાની આ રીત પર નવુંવર્ષ અને મકરસંક્રાંતિની ઉજવણીથી પાણી ફેરવાય નહીં જાય. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કડક પગલાં લેતા આ વર્ષે રિવરફ્રન્ટ પર આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના કાળમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ હજુ રાબેતા મુજબ શરૂ નથી થઈ અને કોરોનાનું સંકટ સમગ્ર આખા વિશ્વમાં ફેલાયેલું હોવાથી પતંગ મહોતસ્વમાં આવતા વિદેશી લોકો પતંગબાજો પણ જોવા મળશે નહીં. કોરોના વાઈરસના લીધે ફેલાયેલા રોગચાળામાં રાજ્ય સરકારે અગાઉ નવરાત્રિનું આયોજન પણ રદ્દ કરવાની જાહેરાત કરવામાં હતી.

kite-festival_ahmedabad_d.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!