શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન

શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન
Spread the love

શ્રી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જે કોરોનાની મહામારી ના કારણે બંધ રાખવામાં આવ્યા તેમાં જોડાયેલા કન્યા પક્ષ ને કરિયાવર નું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદર ખાતેથી પટેલ પ્રગતિ મંડળ વિસાવદર તાલુકા આયોજિત દ્વિતીય સમૂહલગ્ન જે 29 3 2020 ના રોજ આયોજીત હતા. પરંતુ જે સમયે કોરોનાની મહામારી આવતા આયોજન સ્થગિત રાખવામાં આવ્યું હતું ત્યારબાદ પટેલ પ્રગતિ મંડળના સભ્યોએ મીટીંગ કરી નવી તારીખ 24 1 2021 નક્કી કરેલ હતી.

પરંતુ 24 1 2020ના રોજ પણ સ્થિતિ સામાન્ય થયેલ ન હોય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર સમારંભ કરવો શક્ય ના હોય તેથી દરેક સભ્ય શ્રી તથા દાતાશ્રીઓ નક્કી કરી અને સમારંભમાં જોડાયેલા કન્યાઓને કરિયાવરનું વિતરણ કરી તેમના ઘરે જ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લગ્નનું આયોજન કરે તેવી ભલામણ કરેલ તેમજ આજરોજ 30 12 2020ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિસાવદર ખાતેથી કન્યાપક્ષને કરિયાવરનું વિતરણ રાખેલ હતું જેમાં તમામ ૨૧ કન્યાઓ એ પોતાનો કરિયાવર મેળવી અને પટેલ પ્રગતિ મંડળ તેમજ દાતાશ્રીઓનો આભાર માનેલ.

રિપોર્ટ : હરેશ મહેતા (વિસાવદર)

IMG-20201230-WA0012-1.jpg IMG-20201230-WA0013-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!