ઉત્તર ગુજરાતમાં 1.91 લાખ હેકટર જમીનમાં રાયડાનું વાવેતર

ઉત્તર ગુજરાતમાં 1.91 લાખ હેકટર જમીનમાં રાયડાનું વાવેતર
Spread the love
  • રાયડાની પીળી ખેતી તરફ ખેડૂતો આકર્ષાયા…
  • પાટણ જિલ્લામાં વધુ, અરવલ્લીમાં ઓછું વાવેતર

સરડોઇ : ઉત્તર ગુજરાતમાં શિયાળો જામ્યો છે.રવિ સીઝન ની ખેતી માટે અનુકૂળ માહોલના કારણે પાંચ જિલ્લામાં કુલ ૧૧,૩૩૭૭૯ હેકટર જમીનમાં વાવેતર સંપન્ન થયું છે. આ વર્ષે વિવિધ ધાન્ય પાક સાથે ખેડૂતો એ રાયડા ની ખેતી ઉપર મદાર રાખ્યો છે. જેમાં વર્તમાન સિઝનમાં રાયડાનું વાવેતર કુલ ૧,૯૧૧૪૭૩ હેકટર નોધાયું છે. રવિ સીઝન માં ખેડૂતો રાયડાની પીળી ખેતી તરફ આકર્ષાયા છે. આ વર્ષે સૌથી વધુ વાવેતર પાટણ જિલ્લા માં ૨૮,૮૯૬ હેકટર અને ઓછું અરવલ્લી જિલ્લામાં માત્ર ૭૯૮ હેકટર નોધાયુ છે. ઉત્તર ગુજરાતમાં રાયડા ની ખેતી ઉપર નજર કરીએ તો ….
પાટણ – ૨૮૮૯૬
મહેસાણા – ૧૫૩૩૪
બનાસકાંઠા -૧૪૫૪૨૦
સાબરકાંઠા – ૧૦૨૫
અરવલ્લી – ૭૯૮ હેકટર થયાનું ખેતી સૂત્રો જણાવી રહ્યાં છે. ઠંડીનું પ્રમાણ રાયડા ના પાક માટે ફાયદા રૂપ માનવામાં આવે છે. જેથી ઠંડીનો માહોલ અનુકૂળ રહ્યો તો રાયડાના પાકમાં ઉત્પાદનને ફાયદો થવાની ધારણા છે.

દિનેશ નાયક, સરડોઇ

IMG-20201230-WA0135.jpg

Admin

Dinesh Nayak

9909969099
Right Click Disabled!