સાબરકાંઠા SOG પોલીસે વાડોઠ ગામ પાસેથી બંદુક સાથે એકને પકડ્યો

- ગેર કાયદેસર હથિયાર સાથે એક આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ
ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકશ્રી, અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર એ એ.ટી.એસ.ચાર્ટર લગતની કામગીરી કરવા સુચના કરેલ જે બાબતે સાબરકાંઠા પોલીસ અધિછક શ્રી.ચૈતન્ય મંડલીક, પોલીસ અધિક્ષકશ્રી, એ આપેલ સુચના અન્વયે વાય.જે.રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફના પો.સ.ઇ. કે.કે.રાઠોડ તથા પો.સ.ઇ એચ.એમ કાપડીયા તથા એ.એસ.આઇ. જયપાલસિંહ અર્જુનસિંહ તથા એ.એસ.આઇ. સુરેખાબેન નવલસિંહ તથા અ.હે.કોન્સ.સીતાબેન ભરતભાઇ તથા અ.હે.કોન્સ. ભાવેશ કુમાર રામજીભાઇ તથા અ.હે.કોન્સ.મહેન્દ્રસિંહ ભૈરવસિંહ તથા આ.પો.કોન્સ. ગોવર્ધનભાઇ નારાયણ ભાઇ તથા આ.પો.કોન્સ.અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા આ.પો.કોન્સ.કિરીટસિંહ રજનીકાન્તસિંહ તથા આ.પો.કોન્સ.ભાવેશકુમાર પશાભાઇ તથા આ.પો.કોન્સ.નિકુંજકુમાર નરસિંહભાઇ તથા ડ્રા.પો.કોન્સ. દશરથભાઇ જેઠાભાઇ વિગેરે એસ.ઓ.જી.સ્ટાફના માણસો એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન ખાનગી બાતમીદારથી મળેલ બાતમી અન્વયે વડાલી પોલીસ સ્ટેશનના વાડોઠ ગામની સીમમાં આવેલ ગૌચરમાં એક માણસ હાથમાં બંદુક લઇને ફરે છે. તે બાતમી અન્વયે તાત્કાલીક બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં એક ઇસમ નામે મીથુનભાઇ સ/ઓ ઉદાભાઇ દેવાભાઇ તરાલ ઉ.વ.-૨૩ રહે. કાનગર (માંકડી) તા.દાંતા જી.બનાસકાંઠાવાળો ગેરકાયદેસરની બંદુક સાથે મળી આવતાં સદરી બંદુક (અગ્નિશસ્ત્ર) કિંમત રૂપિયા ૪,૦૦૦ ની ગણી હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ વડાલી પો.સ્ટે.પાર્ટ બી.ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૪૨૧૦૦૨૬/૨૦૨૧ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આ ગુનાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)