હિંમતનગર પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો

હિંમતનગર પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો
Spread the love

અમદાવાદ સાબરકાંઠામાં હિંમતનગર એસ.ટી સ્ટેન્ડ નજીકથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે. સાબરકાંઠા બી ડિવિઝન પોલીસે પીકઅપ ડાલા સાથે રૂ.૫.૩૦ લાખનો જથ્થો ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચાઈના દોરી અને ટુક્કલના વેચાણ પર પ્રતિબંધ હોવાનુંજીલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું હતુંઆગામી સમયમાં ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ હોવા છતાં રાજ્યમાં આ પ્રકારની દોરીનું વેચાણ થઈ રહ્યું છે.

ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસ ટી સ્ટેન્ડ નજીકથી પીક અપ ડાલામાં લઈ જવાતી 27 લાખ વાર 1.80 લાખની ચાઈનીઝ દોરીનો જથ્થો સાબરકાંઠા બી ડીવિઝન પોલીસે બાતમીને આધારે ઝડપી પાડ્યો છે. અહીં નમકીનના બંધ બોડીના પીક અપ ડાલામાં ચાઈનીઝ દોરીના બોક્સ મળી આવ્યાં હતાં. પોલીસને ડાલામાંથી 15 બોક્સમાં રહેલી દોરીની અલગ અલગ કલરની 900 ફિરકીઓ મળી હતી. એક ફિરકીના 200 રૂપિયા લેખે વેચાણ થતું હતું. એક ફિરકીમાં 3 હજાર વાર ચાઈનીઝ દોરી હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે. પોલીસે પીક અપ ડાલાના ડ્રાઈવર સહિત પાંચની ધરપકડ પણ કરી છે.

1610193109-7076.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!