અંબાજી નજીક બાઇકનો અકસ્માત, માતાની નજર સામે જ પુત્રએ દમ તોડયો

ગૂજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે, હાલમા રાજ્ય સરકાર તરફથી અંબાજી તરફ ના માર્ગો ફોરલેન બનાવવામાં આવ્યા છે, માર્ગો મોટા બનવાના લીધે અંબાજી તરફ લોકો દેશભર માંથી દર્શનાર્થે આવી રહ્યા છે, મોટાભાગ ના લોકો ફોર વિલ્હર અને કેટલાક લોકો ટુ વિલ્હર લઇને અંબાજી દર્શન કરવા આવે છે.17 જાન્યુઆરી ના રોજ બપોર બાદ અંબાજી નજીક પાંસા ગામ નજીક મુંબઈ થી બાઈક પર આવેલા માતા પુત્ર ના બાઈક નો જેસીબી સાથે અકસ્માત થયો હતો.
મોંઘીદાટ બાઈક નો અકસ્માત થતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને માતાની નજર સામે જ પુત્રે દમ તોડયો હતો,108 ને જાણ કરતા માતા પુત્ર ને ગંભીર હાલતમાં કોટેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યા થી વધૂ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમા 21 વર્ષ ના પુત્ર નુ મોત થયુ હતું જ્યારે માતાને પગના ભાગે ઈજા થઈ હતી.
સુશાંત પરૂલકર 21 વર્ષના પુત્રે મુંબઈ થી બાઈક લઇને પોતાની માતા સુનૈના પરુલકર ને અમદાવાદ, અંબાજી અને ત્યાથી ઉદેપુર જવાના હતા, પણ અંબાજી નજીક પાનસા ગામે જેસીબી ની ટક્કર થી માતા અને પુત્ર નો અકસ્માત થયો હતો, ગંભીર હાલતમાં બંને લોકો ને અંબાજી કૉટેજ હોસ્પિટલ અને ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમા 21 વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું જ્યારે માતા ને પગે ફ્રેકચર થયુ હતું, આમ આજે માતા ની નજર સામે જ પોતાનો વહાલસોયો પુત્ર નુ મૃત્યુ થયું હતું.
108 અંબાજી ટીમ ની સુંદર કામગીરી
મુંબઈ થી બાઈક પર આવેલા માતા પુત્ર ના બાઇકમાં કિંમતી કેમેરા સહીત ના ઉપકરણો અને વસ્તુઓ હતા જે 108 ની ટીમ તરફથી પરત આપી પોતાની સાચી કામગીરી નો ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું હતું, અલકાબેન કંકોડિયા અને પાયલોટ ની કામગીરી સુંદર રહી હતી.