રાજુલા ખાતે ચાંચ જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા બેઠક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષી માન. પ્રભારી મંત્રીશ્રી-વ-પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદશ્રી-વ-જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વ સંસદીય સચિવ-વ-જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ શ્રી હીરાભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને રાજુલા તાલુકાના ચાંચ ખાતે ચાંચ જિલ્લા પંચાયત સીટની કાર્યકર્તા બેઠક યોજાઇ.
આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, પૂર્વ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, તાલુકા પ્રભારી શ્રી શૈલેષભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, મહામંત્રીઓ શ્રી ઘનશ્યામભાઈ સાવલિયા અને શ્રી વિક્રમભાઈ શિયાળ, વિરોધપક્ષના નેતા શ્રી શુક્લભાઈ બલદાણીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી છગનભાઈ ધડુક, ભાજપ અગ્રણીઓ શ્રી કાનજીભાઈ ચૌહાણ, શ્રી શ્યામજીભાઈ ચૌહાણ, શ્રી હરસુરભાઈ ગુજરીયા, શ્રી મેરુભાઈ ગુજરીયા, ખેરા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રામજીભાઈ ગુજરીયા, શ્રી વલ્લભભાઈ શિયાળ, શ્રી હરિભાઈ મકવાણા, શ્રી રાજાભાઈ શિયાળ, શ્રી ખોડાભાઈ મકવાણા, શ્રી માધાભાઈ બાંભણીયા, શ્રી લાખાભાઈ મેર, શ્રી કમલેશભાઈ મકવાણા, શ્રી મહેશભાઈ મકવાણા અને શ્રી પ્રતાપભાઈ ગુજરીયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)