ખેડબ્રહ્મા : રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સામૂહિક અભિવાદન કાર્યક્રમ

ખેડબ્રહ્મા : રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સામૂહિક અભિવાદન કાર્યક્રમ
Spread the love

ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે શ્રી એન એલ high school લક્ષ્મીપુરા ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ ૧૦ લાખ કુટુંબો ના પચાસ લાખ લાભાર્થીઓનો સમાવેશ અન્વયે સામૂહિક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો ૨૦૧૩ હેઠળ હાથ ધરાયેલ જન અભિયાન સંદર્ભે રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલ તમામ દિવ્યાંગ લાભાર્થીઓ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલ પેન્શન મેળવતી ગંગાસ્વરૂપ બહેનો.

સમાજ સુરક્ષા ખાતા હેઠળ નોંધાયેલ અને વૃદ્ધ પેન્શન નો લાભ મેળવતા ૬૦ વર્ષથી ઉપરના તમામ વૃધ્ધ વ્યક્તિઓ. રાજયના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના શ્રમિક કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ બાંધકામ શ્રમિકો રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઓટો રીક્ષા, ટેમ્પો જેવા ત્રણ પૈડાવાળા યાંત્રિક વાહનો ધરાવતા વાહનચાલકોને આવક ના માપદંડો મુજબ NFSA હેઠળ સમાવી લાભ આપવામાં આવશે અગાઉ જે બીપીએલ લાભાર્થીઓને “રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા” 2013 અંતર્ગત લાભ મળતા નહોતા તેઓને પણ પાત્રતા મુજબ કાયદામાં સમાવેશ કરેલ છે.

આ સિવાય પણ પાત્રતા ધરાવતા અન્ય લાભાર્થીઓને પણ ઝુંબેશ સ્વરૂપે યોજનાઓમાં સમાવેશ કરવાની કામગીરી હાથ પર લીધેલ છે. તેઓ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઓનલાઇન તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું. lockdown સમય દરમિયાન વ્યાજબી ભાવના સંચાલક , શિક્ષકશ્રી,હોમગાર્ડ ,પુરવઠા શાખા દ્વારા સતત કાર્યરત રહી ઉમદા કામગીરી કરવામાં આવેલ છે. ખેડબ્રહ્મા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી દ્વારા પરપ્રાંતિયોની રેશન વિતરણ કરી ઉમદા અને સરાહનીય કામગીરી કરેલ છે.

ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)

IMG20210120141957-2.jpg IMG20210120140736-1.jpg IMG20210120143142-0.jpg

Dhirubhai Parmar

Dhirubhai Parmar

Right Click Disabled!