કડીના મેડા આદરજ અને મણિપુરમાં અકસ્માતમાં એક મહિલા અને 3 વર્ષના બાળકનું મોત

કડી મણીપુર ખાતે સ્કુલની પાસે શુક્રવારે સવારના પોણા બારેકના જેતપુર ગામના વતની રણજીતજી બાબુજી ઠાકોર મણીપુર ગામે તેમની બહેન ના જન્મેલ બાળકના સવા મહીનો થતા માતાજીના નિવેધ કરીને બન્ને તેમજ તેમના ભાણીયાને પગે લગાવવા આખા પરિવાર પુત્ર ચેહરાજી સાથે કડી બાવલુ રોડ પર પગે ચાલી નીકળેલ તે સુમારે કડી તરફ એક ઈકકો ગાડી નંબર જીજે.૧૮.બી એમ ૩૦૭૩ ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં ૩ વષઁનાં બાળક નામે ચહેરાજી રણજીતજી ઠાકોર અડફેટ લઈ એકસીડન્ટ કરી માથાના તેમજ શરીરના ભાગે ઈકકો ગાડીનુ વ્હીલ ફેરવી ગંભીર ઈજાઓ પહોચાડી મોત નિપજાવેલ ઈકકો ગાડી ચાલક સ્થળે પરથી નાસવા જતા આગળ જતા રોડ ઉપર સ્પીડ બેકર પાસે ઈકકો ગાડી ધીમે પાડેલ અને ગાડી ના ચાલકને સ્થળ પર ઉભો રખાવી બાળકને ઈકકો ગાડીમા ભાગ્યોદય હોસ્પિટલ સારવાર માટે લાવેલ હોસ્પિટલમા ઇમરજન્સી સારવાર આપતા બાળકનુ મરણ થયી ગયેલ હતુ..
મરણ પામનાર બાળકની મૃત્યુદેહ ને કુડાળ સરકારી દવાખાને પી.એમ કરાવવા મોકલી આપેલ. બાળકનુ મોત થતાં તેમના પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું અને તે પથકમા શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ બાબતે મરણ પામનાર બાળકનાં પિતા રણજીતજી બાબુજી ઠાકોરે ઈકકો ગાડીના ચાલક વિરુદ્ધ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ઈકકો ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી
*કડી તાલુકાના મેડાઆદરજ ગામે અકસ્માત માં એક મહિલાનું મોત*
ગાંધીનગર જીલ્લાના ઇન્દ્રાડ ગામના સુરસંગજી ઠાકોર પોતાના પરિવાર સાથે કારમાં કડીના મેડા આદરજ ગામે અનાજી ઠાકોરના ઘરે સગાઇમાં ગયા હતા . જે બાદમાં જમણવાર પૂર્ણ કરી ઘરે જવા નીકળવાં ઘર આગળ પાર્ક કરેલ કારમાં બેસવા જતાં હતા . આ દરમ્યાન સુરસંગજીના પત્નિ બબીબેન રોડ ઓળંગતા હતા ત્યારે સીમ – વગડા તરથી એક સફેદ કલરની એસેન્ટ કારે પુરઝડપે આવી તેમને ટક્કર મારી હતી . જેથી બબીબેન રોડ પર ઢસડાતાં માથા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી .
બાદમાં રસ્તા પર પડેલી બે કારને પણ નુકશાન પહોંચાડ્યું હતું . આ તરફ બબીબેન ને પ્રથમ ગામના દવાખાનામાં પછી કડી હોસ્પિટલમાં ખસેડતાં ડોકટરે મૃત જાહેર કર્યા હતા . ઘટનાને લઇ મૃતકના પતિએ કારચાલક સામે બાવલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે .
આ બાજુ કારચાલક ને પણ ઇજાઓ પહોંચી હોઇ તેને પણ સારવાર અર્થે ખસેડાયો હતો . ઘટના બાદ ફરીયાદી સુરસંગજીએ કારચાલક સામે બાવલુ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે . પોલીસે કારચાલક સામે આઇપીસી 279 , 304A અને મોટર વાહન અધિનિયમ કલમ 177 , 184 , 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .