કડીની સોહમ હોસ્પિટલમાં દારૂ મળે છે કે દવા?હોસ્પિટલમાંથી દારુ પીધેલા બે કમ્પાઉન્ડર ઝડપાયા
કડીની સોહમ હોસ્પિટલમા દારૂ મળે છે કે દવા…?
હોસ્પિટલમાથી દારૂ ઢીંચેલા બે કંમ્પાઉન્ડરો ઝડપાયા.
કડી પોલિસ સ્ટેશનની પાછળ આવેલ સોહમ હોસ્પિટલમા કંમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પટેલના બે સાથી કર્મીઓ હોસ્પિટલમા દારૂ પીધેલી હાલતમા દર્દી પાસે લવરી બકવાસ કરતા હોઈ ભરતભાઈ પટેલે કડી પોલિસ મથકે જાણ કરતા પોલિસે બંન્ને વિરૂધ્ધ પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે….
શહેરના નામાંકીત ડૉ.કેતન ભટ્ટ ની સોહમ હોસ્પિટલ મુખ્ય પોલિસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલી છે.ગુરૂવારને રાત્રિ દરમિયાન કંમ્પાઉન્ડર તરીકે ફરજ પર ભરતભાઈ પટેલ હતા. સાથી કર્મીઓ મનીષભાઈ સોલંકી તથા મેહુલ ઠાકોર બંન્ને જણા દારૂ પીધેલી હાલતમા હોસ્પિટલમા આવીને ઈન ડોર દર્દી પાસે લવરી બકવાસ કરતા હતા.જેને પગલે ફરજ પરના સાથી કર્મી ભરતભાઈ પટેલે કડી પોલિસને જાણ કરતા પોલિસ હોસ્પિટલમા આવી હતી.પોલિસે જોયુ તો મનીષ અને મેહૂલ દારૂ પીધેલી હાલતમા મોંઢામાથી દારૂની અસહ્ય વાસ મારતી હતી તેમજ ઉભા પણ રહી શકતા નહોતા. તેવી હાલતમા પોલિસે બંન્નેને ઝડપી લઈ કડી પોલિસ મથકે તેમના વિરૂધ્ધ કંમ્પાઉન્ડર ભરતભાઈ પટેલના નિવેદન આધારે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે…