ખેડબ્રહ્મા : 28 ગામ પરગણા સમાજ દ્વારા ડિરેક્ટરી વિમોચન કાર્યક્રમ

28 ગામ પરગણા સમાજ સંચાલિત સંત શ્રી રોહીદાસ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચતુર્વિધ કાર્યક્રમ ખેડબ્રહ્મા તાલુકાના શ્યામ નગર ખાતે ની સમાજ વાડી ના પ્રાંગણ માં રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય વિધિ કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત ગીત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી ફુલહાર તેમજ શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. 28 ગામ સમાજના વર્ષ 2020માં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી મેળવનારા તેજસ્વી તારલાઓનું શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું
ત્યાર બાદ નિવૃત્ત કર્મચારીઓને ડો. બાબા સાહેબ નો ફોટો આપી સન્માનિત કર્યા હતા. સાથે સેવારત કર્મચારીઓને સન્માનપત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 28 ગામ સમાજના લોકોને સારા નરસા પ્રસંગો એ એકબીજાનો મોબાઈલ કોન્ટેક થઈ શકે તે માટે મોબાઈલ ડિરેક્ટરી બનાવી ઉપસ્થિત મહાનુભાવો ની ઉપસ્થિતિમાં તેનું વિમોચન કરી 28 ગામ સમાજ ને અર્પણ કરી હતી. આ સાથે સમાજ વાડીનુ નવીન ભવન બનાવવા માટે 28 ગામ સમાજના લોકો દ્વારા દાનની સરવાણી કરવામાં આવી હતી. સૌથી વધુ દાન ભાણપુર નિવાસી શ્રી નટુભાઇ મોહનભાઈ પરમારે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયારનુ માતબર દાન જાહેર કરવામાં આવ્યું હતું. 28 ગામ સમાજના શ્રેષ્ઠીઓ ની હાજરીમાં નવીન સમાજ વાડીના નિર્માણ માટે ખાતમૂર્હત પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજયસભા સાંસદશ્રી રમીલાબેન બારા, સાબરકાંઠા સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, ઇડર તાલુકાના ધારાસભ્ય હિતુભાઇ કનોડીયા, પૂર્વ કોષાધ્યક્ષ શ્રી નટુભાઈ પરમાર, પૂવૅ ડિરેક્ટર શ્રી છગનલાલ પરમાર, ગાડું સરપંચ શ્રી બાપુ,ધુળાભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, તથા 28 ગામ સમાજના નિવૃત્ત થયેલા કર્મચારીઓ, સેવારત કર્મચારીઓ, યુવાનો ,સમાજના તેજસ્વી તારલાઓ, વડીલો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંત શ્રી રોહીદાસ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખશ્રી, માધવલાલ કે પરમાર, મંત્રીશ્રી ધીરુભાઈ પરમાર અને ટ્રસ્ટીઓએ ઉપસ્થિત સર્વે મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને નવી નિર્માણ પામનાર સમાજ વાડી નું એક વર્ષ માં કામગીરી પૂર્ણ કરવાના મક્કમ નિર્ધાર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)