થરાદ તાલુકાના કરબુણ ગામેથી દારૂ ઝડપાયો
થરાદ પોલીસ સ્ટેશનનાં માણસોને એક દારુ પકડવામાં સફળતા મળી હતી. થરાદ પોલીસનાં માણસો નારોલી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા તેઓ કરબુણ ગામે ગયા હતા. જ્યાં બાપજી પ્રકાશવન ગુલાબવનને ત્યાં તપાસ કરતાં તેમનાં રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત ૨૫૯૨૦ રુપિયા હોવાનું જાણવા મળ્યું હતું. જે દારુનો મુદ્દામાલ કબજે કરીને થરાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.