બોટાદ જીલ્લાના રાણપુરમાં ઘાંચી સમાજ કોમ્યુનીટી હોલ ખાતે રક્તદાન કેમ્પ
બોટાદ જીલ્લાના રાણપુરમાં ઘાંચી સમાજ કોમ્યુનીટી હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ઘાંચી સમાજ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા ભાવનગર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૦૦ કરતા વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યુ. રાણપુર શહેરમાં ઘાંચી સમાજ કોમ્યુનીટી હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. મકસુદભાઈ શાહ તથા રાણપુર ઘાંચી સમાજ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા ભાવનગર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં રાણપુર શહેરના તમામ સમાજના લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં લોકો મોટા પ્રમાણમાં રક્તદાન કરવા આવતા કલાકોમાં જ ૧૦૦ કરતા વધુ બોટલ રક્ત એકત્ર થયુ હતુ અને રક્ત એકત્રની બેગ ખાલી ગઈ હતી.
૧૦૦ કરતા વધુ બોટલ એકત્ર થયેલ રક્ત થેલેશેમીયાના બાળકો તથા બીજા લોકોની જીંદગી બચી શકે તેવા ઉમદા હેતુથી રાણપુર ઘાંચી સમાજ ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્રારા આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પરવેઝ કોઠારીયા, ડૉ. અલ્તાફભાઈ મોદન, તન્વીરભાઈ કોઠારીયા, મકબુલભાઈ ખલાણી, ફુરકાન ભાસ, સરફરાજ વડીયા, સોહીલ કોઠારીયા, રફીકભાઈ માંકડ, મુન્નાભાઈ માંકડ, ઈરફાનભાઈ ખલાણી, આશિફ કોઠારીયા, તન્જીલ શાહ સહીત ઘાંચી સમાજના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.જ્યારે રાણપુર ઘાંચી સમાજના પ્રમુખ અબ્દુલભાઈ ગાંજા, ગોસુભા પરમાર બાપાલાલ પરમાર, પ્રતાપસિંહ ડોડીયા, મુનાભાઈ ખલાણી, ડો.સામી, ડો.કૌશિક, ડો.પઠાણ સહીતના આગેવાનો આ રક્તદાન કેમ્પમાં હાજર રહ્યા હતા..
રિપોર્ટ : વિપુલ લુહાર (રાણપુર)