વેરાવળ મંડપના ઘંઘાર્થીના બંઘ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂ.2.60 લાખની ઘરફોડ

Spread the love
  • ઘંઘાર્થી પરીવાર સાથે ઘર બંઘ કરી સાળાને ત્‍યાં ગયા બાદ રાત્રીના સમયે તસ્‍કરોએ ચોરી કરી
  • તસ્‍કરો કબાટમાં રહેલ સાડા પાંચ તોલાના સોના-ચાંદીના દાગીના તથા અડઘા લાખની રોકડ લઇ ગયા

વેરાવળમાં યોગી વિધાલય પાછળ આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા મંડપ સ‍ર્વીસના ઘંઘાર્થી પરીવાર સાથે ઘર બંઘ કરી નજીકના ગામે સાળાના ઘરે ગયેલ હતા. ત્‍યારે રાત્રીના સમયે બંઘ મકાનને તસ્‍કરોએ નિશાન બનાથી અડઘા લાખની રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.60 લાખની ચોરી કરી ગયાની ઘંઘાર્થીએ ફરીયાદ નોંઘાવતા પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કરેલ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળ શહેરમાં યોગી વિધાલય પાછળ આવેલ વાણંદ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા કરશનભાઇ કાનાભાઇ ઝાલા તેમના પરીવારજનો સાથે ઘર બંઘ કરી તા.31 મીને બપોરના સમયે નજીકના મોરડીયા ગામે સાળાના ઘરે ગયા હતા.  ત્‍યારબાદ રાત્રીના સમયે તસ્‍કરોએ બંઘ મકાનને નિશાન બનાવેલ હોવાનું બીજા દિવસે સવારે પાડાશીઅોના ઘ્‍યાને અાવતા કરશનભાઇને જાણ કરી હતી.

ત્‍યારબાદ કરશનભાઇએ પરત અાવી ઘરમાં તપાસ કરતા તસ્‍કરોએ મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળાને નકુચો તોડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટમાંથી સોનાનો નેકલેસ સાડા 3 તોલા આશરે રૂ1.20 લાખ, સોનાનો પેન્ડલ સેટ 2 તોલા આશરે રૂ.70 હજાર, કાનની કડી અડધો તોલા આશરે રૂ.17 હજાર, ચાંદીના સાંકળા આશરે રૂ.3 હજાર તથા એક સ્ટીલના ડબ્બામાં રહેલા રોકડા રૂ.50 હજાર મળી કુલ રૂ.2.60 લાખની ચોરી થઇ હોવાનું જણાયેલ હતુ. જેથી ઘંઘાર્થી કરશનભાઇ ઝાલાએ અજાણ્‍યા તસ્‍કરો સામે રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.2.60 લાખની ચોરી થઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ઘરી છે. પોષ વિસ્‍તારમાં બનેલી ચોરીની ઘટનાથી લોકોમાં ચિંતાની લાગણી જન્‍મી છે.

અહેવાલ : ચેતન અપારનાથી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!