લીંબડી હાઇવે 6 લાઈનની કામગીરી સમયે લીંબડી નગરપાલિકાની પાણીની લાઈનમા

લીંબડી હાઇવે 6 લાઈનની કામગીરી સમયે લીંબડી નગરપાલિકાની પાણીની લાઈનમા ભંગાણ થતાં હજારો લીટર પાણી તળાવમાં ફેરવાઈ ગયું. લીંબડી હાઇવે વિનાયક હોટલ પાસે પાણીની લાઈન તુટતા હજારો લીટર પાણીનો વેડફાવ થયો ત્યારે કહેવામાં આવે તો છેલ્લા અઠવાડિયામાં લીંબડી હાઇવે પર બે વાર પાણીની પાઈપ લાઈનમા ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાવ થયો હતો.
બીજી તરફ લીંબડીના અનેકો વિસ્તારમાં પાણી નથી મળતું ત્યારે આ પાણીના વેડફાવથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાણીની લાઈનમા ભંગાણ થયેલ વિસ્તારના લોકોનો આક્ષેપ કે બેફામ દરકાળ વગર કામગીરી કરવાથી આ પાણીની લાઈનમા ભંગાણ થવા પામ્યું હતું. નગર પાલિકાના અધિકારીઓનો પણ આક્ષેપ કે કામગીરી સમયે નગરપાલિકાના કર્મચારીને હાજર રાખવા કહેલ પણ આ બાબતે કોન્ટેક્ટરે બેકાળજી દાખવી તો પાણીની લાઈનમા ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાવ થયો.
કલ્પેશ વાઢેર (સુરેન્દ્રનગર)