રાણપુર શહેરની બેઠકના ભાજપના ઉમેદવારે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યા

બોટાદ જીલ્લા પંચાયતની રાણપુર શહેરની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કેશુભાઈ પંચાળાએ રાણપુર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભર્યા હતા.તેમજ રાણપુર જીલ્લા પંચાયત સીટ નીચે આવતી રાણપુર શહેરમાં નં-૧ સમીરાબેન હનીફભાઈ ખલાણી, નં-૨ રતનબેન ગોવિંદભાઈ ઠોળીયા, નં-૩ ઈશ્વરભાઈ જીવાભાઈ પંચાળા અને માલણપુર બેઠક પર સહદેવભાઈ રમેશભાઈ ઘાઘરેટીયાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો મામલતદાર કચેરી ખાતે હાજર રહ્યા હતા.
વિપુલ લુહાર (રાણપુર)