રાણપુર તાલુકાની નાગનેશ બેઠકના ભાજપના ઉમેદવારે મામલતદાર કચેરીમાં ફોર્મ ભર્યા

બોટાદ જીલ્લા પંચાયતની રાણપુર તાલુકાની નાગનેશ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગૌરીબેન મનિષભાઈ ખટાણા એ રાણપુર મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભર્યા હતા. જ્યારે નાગનેશ જીલ્લા પંચાયત બેઠક નીચે આવતી તાલુકા પંચાયતની નાગનેશ બેઠક પર પ્રિતિબેન રમેશભાઈ રંગાણી, દેવળીયા બેઠક પર લીલાબેન રમેશભાઈ મોરડીયા, સુંદરીયાણા બેઠક પર જયપાલસિંહ જીતુભા રાણા, ચંદરવા બેઠક પર જનકબેન ઘનશ્યામભાઈ માણસુરીયા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્રો ભર્યા હતા.આ સમયે મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા.
વિપુલ લુહાર (રાણપુર)