સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરવા માટે તમામ પક્ષોમાં હોડ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના ઉમેદવારી પત્રો ભરવા માટે તમામ પક્ષોમાં હોડ જામી છે ત્યારે અરવલ્લી જિલ્લાની ભિલોડા તાલુકાની કિશનગઢ જિલ્લા પંચાયત બેઠક માટે કોંગ્રેસ માંથી રિપીટ કરાયેલા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઇ પારગીએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. પોતાના વતન ઘાંટી ખાતેના નિવાસ સ્થાનેથી તેમના સમર્થકો સાથે એકઠા થઇ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે જ સમર્થકોએ જીતની શુભેચ્છા પાઠવી હતી. આ સમયે પોતાના મત વિસ્તારના સમર્થકો મોટી સંખ્યા માં એકઠા થયા હતા.
કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઇ પારગી એ જણાવ્યું હતું કે આ વિસ્તાર માં મતદારોની સેવા કરવાની કોંગ્રેસે મને સતત બીજી વખત મને તક આપી છે ત્યારે આ વખતે પણ મતદારો મને જંગી બહુમતીથી વિજયી બનાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માં કોંગ્રેસનો વિજય થશે તેવા વિશ્વાસ સાથે સુશાસન લાવવાના નીર્ધાર સાથે લોકો ની વચ્ચે જવાની વાત કરી હતી.
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)