રાજુલા : IMA ડોકટર ગ્રુપ દ્વારા કરાતી સરાહનીય કામગીરી

ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીને નાથવામાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશનનો સહયોગ આરોગ્ય વિભાગને પૂરતા પ્રમાણમાં મળી રહેલ છે ત્યારે રાજુલામા ડો.જે.અેમ.વાઘમશી સહિતના આઈ.એમ.એ.ડોક્ટર ગ્રુપ દ્વારા કોરોના મહામારી વચ્ચે દર્દીઓને યથાયોગ્ય સારવાર આપી દર્દી દેવો ભવ: સુત્રને સાર્થક કરી ખરા અર્થમાં આરોગ્ય બાબતે સહકાર આપી અથાગ પ્રયત્નો કરી કોરોના મહામારીને નાથવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે જેમાં વિગતવાર જોઈએ તો સમયસર ફ્લૂના દર્દીઓની માહિતી આપવી, ઓપીડીમાં આવતા તમામ દર્દીઓનું સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આરોગ્ય સ્ક્રિનિંગ કરવું અને જો કોઈ કોવિડ-૧૯ની અસર તળે દેખાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવા જેવી મહત્ત્વની કામગીરી કરવામાં આવેલ છે.
ડૉ.પી.પી.મુછડિયા અને ડો.જે.એમ.વાઘમશી સહિતના આઈએમએના ડોક્ટર ગ્રુપ તેમના નર્સિંગ અને સપોર્ટિંગ સ્ટાફ દ્વારા આજે કોવિડ રસીનો બીજો ડોઝ લઈ જ્યારે જનતાને પોતાનો વારો આવે ત્યારે રસીકરણ જરૂરથી કરાવવા જણાવી જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડેલ અને આગળ પણ રાજુલા આઈએમએ ગ્રુપ દર્દીનારાયણની આવી સેવા કરતું રહેશે જે ડૉ.વાઘમશી સાહેબ દ્વારા જણાવેલ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એન.વી.કલસરિયા દ્વારા પણ આઈ.એમ.એ.તરફથી પૂરતો સહયોગ મળી રહયો હોવાનુ જણાવી આભાર માનેલ જે યાદીમાં જણાવેલ છે.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)