રાજુલા પોલીટેકનીક ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાયો

તા. 20 ફેબ્રુઆરીના રોજ રાજુલા ખાતે આવેલી જી.એમ.બી. પોલીટેકનિક ખાતે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં પોલીટેકનીક ખાતે ધો.10 પછી ડિપ્લોમા એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ ઘ્વારા તેમના માતાપિતા તેમજ કોલેજના શિક્ષકગણોનું શાસ્ત્રોક્ત વિધિ ઘ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વાલીગણ ઘ્વારા પણ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ કોલેજનો આભાર માનવામાં આવ્યો હતો. આશરે 120થી વધારે વાલીગણ તેમજ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સંસ્થાના આચાર્ય પ્રો.(ડો.) કલ્પેશ વન્ડરા ઘ્વારા તેમજ કોલેજના સ્ટાફ ઘ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન સરકારશ્રીની કોરોનાની ગાઈડલાઈન મુજબ કરવામાં આવેલું હતું.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)