ઉપલેટામાં જિલ્લાની 3 બેઠક અને તાલુકાની 18 બેઠકો પર કુલ 66 ઉમેદવારો મેદાને

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ ખૂબ જ ગરમાયો છે તો બીજી તરફ ઘણી બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ઘણા ઉમેદવારો મતદાન વગર જ ચૂંટણીઓ જીતી ચૂક્યા છે અને પ્રજા પસંદ કરે એ પહેલાં જ તેમને જીત મળી ગઈ છે અને સત્તા પણ આવી ગઈ છે ત્યારે વાત કરીએ ઉપલેટામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જેમાં રાજકોટ જિલ્લા પંચાયત માટે કુલ ૦૯ ફોર્મ ભરાયાં હતાં જેમાંથી એક પણ ફોર્મ રદ નથી થયું કે નથી કોઈએ ફોર્મ પરત ખેંચ્યું જેથી જિલ્લા પંચાયત માટે કુલ ૦૯ ઉમેદવારો મેદાને છે જ્યારે ઉપલેટા તાલુકા પંચાયત માટેની કુલ ૧૮ બેઠક આવેલ છે જેમાં કુલ ૭૭ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતાં જેમાંથી ૧૧ જેટલા ફોર્મ રદ થયા હતા જ્યારે બીજી તરફ ૦૫ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા હતા અને અંતમાં કુલ ૫૭ ઉમેદવારો હાલ મેદાને છે.
ઉપલેટામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે ત્યારે અહીંયા રાજકોટ જિલ્લા પંચાયતની ૦૩ બેઠકો આવેલી છે અને તાલુકા પંચાયતની ૧૮ બેઠકો આવેલી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ગઢ કહેવાતા ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધોરાજી તાલુકા પંચાયતના ઝાંઝમેર બેઠકના ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને મતદાન પહેલા જ એક બેઠક પર વિજય મળી ગયો છે. હવે વાત કરીએ ઉપલેટા તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની તો ઉપલેટામાં ૦૩ બેઠકોમાં કુલ ૦૯ ઉમેદવારો મેદાને છે જ્યારે ઉપલેટા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પર કુલ ૫૭ ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાટે મેદાને ઉતર્યા છે.
ઉપલેટામાં રાજકોટ જિલ્લા પંચાયતની ૦૩ બેઠકો માટે કુલ ૦૯ ઉમેદવારો મેદાને છે જેમાં ૧૧-ડુમીયાણી બેઠક પર ૦૨, ૧૬-કોલકી બેઠક પર ૦૩, ૨૩-પાનેલીમોટી બેઠક પરથી ૦૪ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ઉપલેટા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પરથી કુલ ૫૭ ઉમેદવારો મેદાને ઉતર્યા છે જેમાં અરણીમાં ૦૩, ઢાંક-૧ માં ૦૨, ઢાંક-૨ માં ૦૪, ડુમીયાણીમાં ૦૩, ગણોદમાં ૦૩, ખાખીજાળીયામાં ૦૩, ખારચિયામાં ૦૫, ખીરસરામા ૦૩, કોલકીમાં ૦૪, મજેઠી મેલીમાં ૦૨, મોજીરામા ૦૩, નાગવદરમા ૦૩, પાનેલીમોટી-૧ માં ૦૨, પાનેલીમોટી-૨ માં ૦૩, સમઢિયાળામા ૦૪, તલગણામા ૦૩, ટિંબળીજામમા ૦૫, વરજાંગજાળીયામા ૦૨ ઉમેદવારો હાલ મેદાને છે.
ઉપલેટામાં તાલુકા અને જિલ્લા પંચાયતના મતદારોની વાત કરીએ તો તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પર કુલ ૭૮,૧૬૪ લોકોનું મતદાન છે જેમાં ૩૭,૪૧૨ મહિલા મતદારો છે જ્યારે ૪૦,૭૫૨ પુરુષ મતદારો છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૧૧-ડુમીયાણી બેઠક પર ૧૨,૮૨૪ મહિલા જ્યારે ૧૪,૦૭૦ પુરુષ એમ ફૂલ ૨૬,૮૯૪ મતદારો છે જ્યારે ૧૬-કોલકી બેઠક પર ૧૧,૮૧૫ મહિલા જ્યારે ૧૨,૭૧૬ પુરુષ મતદારો છે અને ૨૩-પાનેલીમોટી બેઠક પર ૧૨,૭૭૩ મહીલાઓ જ્યારે ૧૩,૯૬૬ પુરુષ મતદારો મળી ફૂલ ૨૬,૭૩૯ મતદારો છે ત્યારે આવતી ૨૮ ફેબ્રુઆરીના રોજ આ તમામ ૬૬ ઉમેદવારોમાંથી લોકો કોને મત આપી અને ઉમેદવારને જીતાડશે તે તો મત ગણતરી થયા બાદ જ સામે આવશે.
અહેવાલ : વિપુલ ધામેચા (ઉપલેટા)