ઉના-દીવ નજીક દરિયાકાંઠા વિસ્તારોમાં સિંહ-દીપડા અવાર-નવાર જોવા મળી રહ્યાં છે…

ઉના-દીવ નજીક દરિયાકાંઠા વિસ્તારોમાં સિંહ-દીપડા અવાર-નવાર જોવા મળી રહ્યાં છે…
Spread the love

ઉના – દીવ નજીક દરિયાકાંઠા વિસ્તારોમાં સિંહ દીપડા અવાર-નવાર જોવા મળી રહીયા છે. તેમજ શિકારની શોધમાં નીકળતા હોય છે. દીવ મા આજે રાત્રીના અચાનક જંગલી જરખ છડી આવ્યુ હતું. દીવ ના ધોધલા ના મીઠા બાવા વિસ્તારમાં જંગલી જરખ લોકોમાં નજરે જોવા મળતા લોકોએ ફોન ના કેમેરામાં કેદ કરયૂ હતુ તે વિડીયો વાયરલ થયો હતો. થોડા દિવસ પહેલા નાલિયા માંડવી ગામે ઉસ્માન ભાઈના સરકાર ફાર્મ હાઉસમાં દીપડાએ બતકનુ મારણ કર્યું હતું.

ગત રાત્રીના એજ વિસ્તાર નજીક રોડ પર નગીનાના ઢોરા પાસે એક સિંહ યુગલ શિકારની શોધમાં આંટાફેરા કરતુ જોવા મળ્યું હતું આથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલક પર્યટકો એ સિંહ દર્શનનો લાભ લઇને રોડ ક્રોસ કરી જંગલમાં ચાલી રહ્યું હતું એ તસવીર એક કારચાલકે મોબાઇલ ફોન ના કેમેરામાં કેદ કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આમ જંગલી જાનવરો રાત્રીના રોડ ઉપર અવાર નવાર લોકોને નજરે જોવા મળતા આસપાસ ના લોકોમાં તેમજ દીવ આવતા જતા પર્યટકો મા ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ : મણીભાઈ ચાંદોરા

IMG-20210220-WA0012.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!