રાણપુર તાલુકાના નાનીવાવડી ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા

- ૬ ઈસમો ને રૂપિયા ૫૮૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરતી રાણપુર પોલીસ
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જીલ્લામાં જુગારની પ્રવૃત્તી નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અંગે રાણપુર પોલીસ પોલીસે નાનીવાવડી ગામે જુગાર રમતા ૬ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ અંગે રાણપુર પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એન.સી.સગર તેમજ મનસુખભાઈ કમેજરીયા, દશરથભાઈ કમેજરીયા, નિલેશભાઈ પરમાર, પ્રદિપકુમાર ડોડીયા સહીત પોલીસ સ્ટાફના માણસો રાણપુર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
દરમ્યાન રાણપુર તાલુકાના નાનીવાવડી ગામના બસ સ્ટેશન પાસે પહોચતા બાતમી મળેલ કે નાનીવાવડી ગામેથી મોટીવાવડી ગામે જવાના રસ્તે લક્ષ્મી માતાજીના મઢ પાસે બાવળની કાંટમાં કેટલાક ઈસમો તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે જે બાતમીને આધારે રાણપુર પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ૬ ઈસમો તીનપત્તી નો હારજીત જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જેમાં (૧) અનિલભાઈ ગોબરભાઈ મારૂ(૨)અશોકભાઈ છનાભાઈ ચાવડા (૩) કિશનભાઈ વિનોદભાઈ ચાવડા (૪) જીતુભાઈ જહાભાઈ ચાવડા (૫) પ્રવિણભાઈ નાજાભાઈ ચાવડા (૬) સંજયભાઈ છનાભાઈ ચાવડા તમામ રહે નાનીવાવડી વાળી ઈસમો પાસેથી કુલ ૫૮૩૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.