બાબરાના સીમ વિસ્તારમાં પ્રેમી પંખીડાનો આપઘાત

બાબરાના સીમ વિસ્તારમાં પ્રેમી પંખીડાનો આપઘાત
Spread the love
  • બંન્ને ઘરેથી જતા રહ્યા બાદ ખુલ્લા ખેતર માં ઝેરી દવા પી લઈને મોત મીઠું કરી લીધુ

બાબરા : અમરેલી જીલ્લાના બાબરાની સીમ વિસ્તારમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રાપ્ત માહિતી મુજબ બાબરા ના પાટીદાર જીન પાછળ દરેડ ખાખરીયા રોડ ઉપર આવેલ હિતેશભાઈ કાળાભાઈ સરવૈયાની વાડીમાં યુવક અને યુવતીના મૃતદેહ હોવાની જાણ પોલિસ ને સરવામાં આવી હતી. પોલિસ ટીમ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલિસ ને જાણવા મળ્યું હતું કે, આ મૃતદેહ બાબરા માં રહેતા મિસ્ત્રી સાગર અરવિંદભાઈ પરમાર (ઉ.વ.૧૬) અમે મુળ ઉનાના અને હાલ બાબરા રહેતા કિરણ દિનેશભાઈ દાફડા (ઉ.વ.૧૫) ના મૃતદેહ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

પોલિસ તપાસ કરતા બન્ને પ્રેમી પંખીડા તા.૨૧ ના રોજ ઘરેથી જતા રહ્યા હતા ત્યાર બાદ બન્નેએ વાડીમાં જઈને મોત મિઠું કરી લીધુ હતું. મૃતક કિરણ દાફડા ના પિતા દિનેશભાઈ મોહનભાઈ દાફડા બે વર્ષ થી બાબરામાં નરેશભાઈ મારુ ની વાડીમાં ભાગ્યું રાખી ને પરીવાર નું ગુજરાન ચલાવે છે. તેમને બે સંતાન છે. જેમાં કિરણ નાની છે અને એક પુત્ર કલ્પેશ જે મોટો છે. હાલ આ બનાવ અંગે બાબરા પોલિસ દ્વારા આગળની તપાસ કરી કાર્યવારી હાથ ધરવામાં આવેલ છે.

રીપોર્ટ : હિરેન ચૌહાણ (બાબરા)

IMG-20210223-WA0019.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!