મોરબી જીલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયતમાં 65 ટકાથી વધુ મતદાન

મોરબી જીલ્લા પંચાયત ઉપરાંત પાંચ તાલુકા પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં ૬૫ ટકાથી વધુ મતદાન થઇ ચુક્યું છે તો હજુ અંતિમ તબક્કામાં મતદાન વધી સકે છે. સાંજે ૫ વાગ્યા સુધીમાં મોરબી જીલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે ૬૫.૫૭ ટકા મતદાન નોંધાયું છે તો મોરબી તાલુકા પંચાયતમાં ૬૧.૮૭ ટકા, માળિયા તાલુકા પંચાયતમાં ૬૧.૭૦ ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં ૬૭.૫૨ ટકા, વાંકાનેર તાલુકા પંચાયતમાં ૭૧.૭૭ ટકા અને હળવદ તાલુકા પંચાયતમાં ૬૫.૨૯ ટકા મતદાન નોંધાયું છે અને પાંચ તાલુકા પંચાયતનું સરેરાશ મતદાન ૬૫.૬૬ ટકાએ પહોંચ્યું છે આ મતદાનના આંકડાઓ સાંજે ૫ સુધીના છે જેથી અંતિમ કલાકમાં હજુ મતદાનમાં વધારો થઇ સકે છે અને મતદાન ૭૦ ટકાને પાર કરી જાય તેવી સંભાવના જણાઈ આવે છે
રીપોર્ટ : જનક રાજા, મોરબી