મોરબી જીલ્લા પંચાયતની ટંકારા બેઠકના કોંગ્રેસ ઉમેદવારના ભાઈને માર માર્યો

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ટંકારામાં સવારથી શાંતિપૂર્વક ચાલી રહયું હતું જો કે, જિલ્લા પંચાયતની ટંકારા બેઠકના ઉમેદવારના ભાઈ ઉપર બે શખ્સોએ હુમલો કરી હતો અને તેને માર માર્યો હતો જેથી કોંગ્રેસનાં ધારાસભ્ય સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયા હતા. ટંકારાના દેવીપૂજકવાસમાં કોંગ્રેસ પક્ષના મોરબી જિલ્લા પંચાયતના ઉમેદવાર ભુપતભાઈ ગોધાણીના ભાઈ ભરતભાઇ મોહનભાઇ ગોધાણીને માર માર્યો છે.
મળી રહેલી માહિતી મુજબ મતદાન બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ તેને માથામાં માર માર્યો હતો જેથી કરીને તેને સારવારમાં લઈ જવામાં આવેલ છે અને ધારાસભ્ય લલિત કગથરા, ભુપત ગોધાણી સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા હતા જો કે, પોલીસ દ્વારા કોંગ્રેસી અગ્રણીઓને સમજાવીને મામલો થાળે પાડવામાં આવેલ છે તો ઉમેદવારના ભાઈ ભરતભાઇએ જણાવ્યું હતું કે, બે શખ્સોએ દેવીપૂજકવાસમાં બોલાચાલી કરી માથાના ભાગમાં માર મારતા તેને ઇજા થયેલ છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી