મોરબી જીલ્લામાં ચાલે છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન : ડીવાયએસપી

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયત પાંચ તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાની કુલ મળીને ૨૩૦ બેઠકો માટે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન અને આ મતદાનની પ્રક્રિયા દરમિયાન કોઈપણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલ છે
મોરબી જિલ્લાની જો વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર હાલમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ, હોમગાર્ડ સહિતના જવાનોનો બંદોબસ્ત તમામ મતદાન મથકો ઉપર રાખવામાં આવ્યો છે અને હાલમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ દ્વારા સતત મતદાન મથકો ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પ્રથમ ચાર કલાક દરમિયાન મોરબી જિલ્લાના એક પણ મતદાન મથક ઉપર કોઈપણ જગ્યાએ અનિચ્છનીય બનાવ બન્યો નથી તેવું હાલમાં મોરબી જિલ્લાના ડીવાયએસપી રાધિકા ભારાયએ માહિતી આપતા જણાવ્યું હતું.
રીપોર્ટ : જનક રાજા, મોરબી