બોટાદ સંપ્રદાય નવીનચંદ્ર મહારાજના શિષ્યો પાળીયાદ વિસામણ બાપુની જગ્યામાં દર્શને પધાર્યા

બાલબ્રહ્મચારી શ્રી રશિલાબાઈ, ગુણવંતબાઇ, વશુમતિબાઈ, રોષનીબાઈ અને રૂપાશિબાઈ ઠાણા પાળીયાદ વિસામણ બાપુની જગ્યામાં દર્શને પધાર્યા
તારીખ ૪-૩-૨૦૨૧ ને ગુરુવાર રોજ બોટાદ સંપ્રદાય નવીનચંદ્ર જી મહારાજ સાહેબ ના શિષ્ય બાલબ્રહ્મચારી શ્રી રશિલાબાઈ, ગુણવંતબાઇ, વશુમતિબાઈ, રોષનીબાઈ અને રૂપાશિબાઈ ઠાણા આજરોજ પાળીયાદ ગામે આવેલ પ્રસિધ્ધ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા મા દર્શને પધારતા પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા તથા જગ્યાના વ્યવસ્થાપક શ્રી ભયલુબાપુ એ હાર્દિક સ્વાગત કરેલ ત્યારબાદ સૌ એ જગ્યા ની ગૌશાળા અશ્વશાળા ની મુલાકાત લઈ જગ્યા માં ઓરવા પધારેલ અને ખૂબ જ આનંદ અનુભવ્યો હતો..
વિપુલ લુહાર, રાણપુર