ડભોઇ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના જીતેલા ઉમેદવારોનું સન્માન કરતાં વિનોદ સોલંકી

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ખુબ જ સારો દેખાવ કરતા સ્પષ્ટ બહુમતી મેળવી છે.નગરપાલિકા ના 9 વોર્ડ ના 36 સભ્યો પૈકી 21 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે.આ તમામ વિજય થયેલા સદસ્યો નુ રાષ્ટ્રીય કિસાન મોરચાના સદસ્ય વિનોદભાઈ સોલંકી ના નિવાસ્થાને સદસ્યોને ફૂલહારથી સત્કાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરા જિલ્લા પંચાયત ડભોઇ તાલુકા પંચાયત ડભોઇ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય થયેલા અશ્વિનભાઈ પટેલ (વકીલ), બિરેન શાહ, મિતેશ પટેલ, અનસુયાબેન વસાવા, દક્ષાબેન રબારી વિગેરે સદસ્યોનું રાષ્ટ્રીય કિસાન યુવા મોરચાના વિનોદભાઈ સોલંકીના નિવાસ્થાને આગેવાનોની ઉપસ્થિતિમાં તમામનું ફૂલહારથી સત્કાર સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અને આવનારા દિવસો માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિકાસના કાર્યો કરી ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર ‘સબકા સાથ સબકા વિકાસ’ ને સાર્થક કરવા શુભેચ્છા પાઠવી હતી.