હળવદમાં લીધેલા રૂપિયા પરત આપી દીધા તો પણ પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી

હળવદ ગોરી દરવાજા પાસે રામદેવપીરના મંદીર સામે રહેતા યુવાને હળવદના જ એક શખ્સ પાસેથી રૂપિયા લીધા હતા જે પરત આપી દીધા હતા તો પણ તેની પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને તેના ઘરે આવીને ધાકધમકી આપીને ફરિયાદી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે યુવાનની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનવાની જાણવા મળતી માહિતી મુજબ હળવદ ગોરી દરવાજા પાસે રામદેવપીરના મંદીર સામે રહેતા મુકેશભાઇ બળદેવભાઇ હડીયલ જાતે દલવાડી (ઉ.૩૮) એ ભાગ્યેશભાઇ બ્રામણ રહે. હળવદ, કુલ મળી ચાર સામેે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન્મા ફરિયાદ નોંધાવી છે જેમાં તેને લખાવ્યું છે કે, તારીખ ૨૭ ના રાતના અગીયારેક વાગ્યા અને તે પહેલા ફરીયાદી યુવાને આરોપી ભાગ્યેશાભાઇ પાસેથી પૈસા લીધેલ હતા જે પૈસા ફરીયાદીએ પરત આપી દીધેલ હતા.
તેમ છતા આરોપી ભાગ્યેશભાઇએ પૈસા લેવા આરોપીઓને સીલ્વર કલરની ગાડી લઈ ફરીયાદી પાસે તારીખ ૨૪ ના રોજ આવીને પૈસાની ઉઘરાણી કરી હતી તેમજ તારીખ ર૭ ના રાતના અગીયારેક વાગ્યે ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના ઘરનો દરવાજો ખખડાવીને યુવાનની માતાના ગાળો આપીને ફરીયાદી યુવાનને મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે ઇ.પી.કો કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે .