થરાદ વાવનાં પૂર્વ ધારાસભ્યનું નિધન
થરાદ નાં પૂર્વ ધારાસભ્ય નું આજે નિધન થતાં સમગ્ર વિસ્તારમાં શોક ની લાગણી પ્રસરી જવા પામી છે હેમા બાપુ રાજપૂત થરાદમાં ચાર ટમૅ માં ધારાસભ્ય તરીકે રહી ચુક્યા છે સમગ્ર પંથકમાં લોકચાહના મેળવનાર જ્યારે દુનિયા ને અલવિદા કહી હતી જેમનાં પૌત્ર ગુલાબસિંહ રાજપૂત હાલમાં થરાદનાં ધારાસભ્ય રાજપૂતની વિદાયથી સમગ્ર પંથકમાં શોક ની લાગણી પ્રસરી જવા પામી છે જે સરળ વ્યક્તિત્વ અને સાદું જીવન એ પૂજ્ય બાપુની આગવી ઓળખ હતી. સાડા ત્રણ દાયકા એટલે કે ૩૫ વર્ષ સુધી જાહેર જીવનમાં રહ્યા. છતાં એમના જીવનમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો દાગ લાગવા દીધો નથી.
હેમા બાપુ એટલે નિરાભિમાની વ્યક્તિત્વ. કોઈપણ પ્રકારનું અભિમાન નહીં, સાદું અને સરળ જીવન. નાનામાં નાના માણસ સાથે પણ આત્મીય સંબંધ. ભ્રષ્ટાચાર બાબતે એમની સામે કોઈની તાકાત નથી કે બાપુ સામે આંગળી ચીંધી શકે! પૂજ્ય હેમા બાપુ એટલે સાદુ જીવન, ઉચ્ચ વિચાર. બાપુ ના અવસાનના સમાચાર સાંભળીને માત્ર રાજપૂત સમાજ જ નહીં, વાવ થરાદ મતવિસ્તાર જ નહિ, બનાસકાંઠા જિલ્લો કે ગુજરાત પણ નહીં, સમગ્ર ભારતવાસી દુઃખી થયા છે. સાદાઈ, પ્રમાણિકતા અને પ્રજા પ્રત્યેની વફાદારીના ગુણોની કદર કરીને ભારત સરકારે તેઓશ્રીને”બેસ્ટ સિટિઝન ઓફ ઇન્ડિયા”નો એવોર્ડ પણ આપેલો.
વાવ થરાદ મત વિસ્તારની પ્રજાની તેમણે ખૂબ સેવા કરી છે. આજે પણ ગરીબ પ્રજાના દિલમાં હેમા બાપુનું સ્થાન છે. પોતાના મત વિસ્તારની પ્રજા માટે બાપુ એટલે ભગવાન. બાપુ પોતાનું વાહન લઇને ક્યાંય પણ જતા હોય અને કોઈ પણ માણસ ગાડી ઉભી રાખવા માટે હાથ કરે તો હેમા બાપુ તરત જ પોતાની ગાડી ઉભી રાખતા અને તરત જ પોતાની ગાડીમાં બેસાડી દેતા. આ બાપુના સ્વભાવની ઉદારતા રહી છે. બાપુએ ગરીબ અને વંચિત વર્ગના લોકોની ખૂબ સેવા કરી છે. નાના-મોટા પ્રજાના કામો કર્યા છે.
બાપુ એ હંમેશાં કોમવાદ, પ્રદેશવાદ, સમાજ વાદ, વિસ્તારવાદથી પર રહીને કામો કર્યા છે. હેમા બાપુએ હંમેશા રાષ્ટ્રવાદને મહત્વ આપ્યું છે. કોઈપણ પ્રજા કે નાગરિક જ્યારે બાપુ પાસે કામ માટે જતો ત્યારે બાપુએ ક્યારેય પણ પૂછ્યું નથી કે, તુ કયા ગામનો છે અને કઈ જ્ઞાતિનો છે ? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને વિધાનસભા સુધી બાપુએ પ્રજાના પ્રતિનિધિ તરીકે નિષ્ઠા અને પ્રમાણિકતાથી વિસ્તારની અને પ્રજાની સેવા કરી છે.
ધારાસભ્ય તરીકે પૂજ્ય બાપુ 20 વર્ષ સુધી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન વિધાનસભાનું સત્ર ચાલુ હોય તે સિવાયના સમયગાળામાં બાપુ હમેશા પ્રજાની વચ્ચે રહ્યા છે. સુખ-દુઃખમાં પ્રજાની સાથે રહ્યા છે. નાનો મોટો કોઇ પણ માણસ બાપુ ને આમંત્રણ આપે એટલે બાપુ અવશ્ય હાજરી આપે જ. ભોજન સમારંભ કે લગ્ન પ્રસંગો એ ગામલોકો બાપુની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય. હેમા બાપુ આવે એટલે લોકો ખુશ થઈ જાય.ભગવાન એમની આત્મા ને શાંતિ આપે તેવી લોકો આશીર્વાદ આપી રહ્યા છે
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)