મોરબી જિલ્લાના 181 અભયમે 6 વર્ષમાં 13,319 મહિલાઓને વિકટ સમયમાં મદદ આપી

મોરબી જિલ્લાના 181 અભયમે 6 વર્ષમાં 13,319 મહિલાઓને વિકટ સમયમાં મદદ આપી
Spread the love
  • રાજ્યમાં મહિલાઓ માટે ખરાઅર્થમાં અભયમ બનેલી 181 સેવાને છ વર્ષ પૂર્ણ

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં મહિલાઓ માટે ખરાઅર્થમાં અભયમ બનેલી 181 ઇમરજન્સી હેલ્પલાઈનને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે છ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આ છ વર્ષના સમયગાળામાં ટિમ અભયમે મોરબીના 13,319 મહિલાઓને વિકટ સમયે ત્વરિત મદદ પુરી પાડી છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ૧૮૧ હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે રાજ્યમાં ૮ માર્ચ ૨૦૧૫ આંતરરાષ્ટ્રીય મહિલાદિનના રોજ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન સેવા શરુ કર​વામા આવી હતી

રાજ્યવ્યાપી વિસ્તરણ બાદ માત્ર ૬ વર્ષ જેટલા ટુંકા સમય ગાળામાં જ ૮,૨૫૦૮૧ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. ૧,૬૬૩૫૯ કરતા વધારે મહિલાઓને તાલીમ બધ્ધ કાઉન્સેલર દ્વારા ત્વરીત ઘટના સ્થળ પર જઇને પરામર્શ કરીને મદદ પહોચાડી છે. અને ૧,૧૫૯૦૮ જેટલા કિસ્સામાં સ્થળ પર જ સમાધાન કરી કેસ નો નિકાલ કરેલ છે તેમજ ૫૦,૪૫૧ જેટલી મહિલાઓને ગંભીર પ્રકારની સમસ્યા જણાતા સ્થળ પરથી રેસ્ક્યુ કરીને લાંબા ગાળાના કાઉન્સિલિંગ, આશ્રય તેમજ અન્ય મદદ માટે સરકારશ્રીની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડ​વામાં આવેલ હતા. મોરબી જિલ્લાની વાત કરીએ તો માત્ર ૬ વર્ષ જેટલા ટુંકા સમય ગાળામાં જ ૧૩,૩૧૯ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

૩,૧૮૭ કરતા વધારે મહિલાઓને તાલીમ બધ્ધ કાઉન્સેલર દ્વારા ત્વરીત ઘટના સ્થળ પર જઇને પરામર્શ કરીને મદદ પહોચાડવામાં આવી છે. કોરોના વૈશ્વિક મહામારીની સ્થિતિમાં લોકડાઉન દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં આઉટ રીચ કાઉન્સિલર તરીકે પ્રેગ્નન્સી દરમ્યાન​ આરતીબેન પાડ​વી અને જિગિશાબેન પટેલે સતત કાર્યરત રહી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે તેઓએ પોતાની કે પોતાના ઘર​-પરિવારની ચિંતા કર્યા વગર ૧૮૧ મહિલા હેલ્પલાઇન સેવા દ્વારા ઘટના સ્થળ પર જઈને સલાહ​-સુચન, માર્ગદર્શન અને બચાવની સક્રિય કામગીરી કરી પિડિત મહિલાઓની સમસ્યાનુ યોગ્ય નિરાકરણ લાવી મુશ્કેલ સ્થિતિમાંથી બહાર લાવવાનુ ભગિરથ કાર્ય કરી ઉમદા ફરજ બજાવેલ છે ત્યારે ટિમ અભયમને આજના આવસરે ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

રીપોર્ટ : જનક રાજા, મોરબી

IMG-20210308-WA0007-1.jpg IMG-20210308-WA0008-0.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!